Singvad

સિંગવડ તાલુકાના પશ્ચિમ સાકરીયા ખાતેથી 744 નંગ બિયરનો જથ્થો ઝડપાયો

સીંગવડ: સિંગવડ તાલુકાના પશ્ચિમ સાકરીયા ગામ ગત 31 મેના રોજ બપોરના એક કલાકે પોલીસને મળેલી બાતમીના આધારે ડામોર પ્રભાત સાયબા ભા ના ઘરના બાજુમાં બાથરૂમમાંથી ભારતીય બનાવટના ઇંગલિશ દારૂ બિયર ટીન માઉન્ટ 6000 ઓરીજનલ સુપર સ્ટ્રોંગ BEER 500 mL 20 પેટી બિયર નંગ 480 તથા 264 બિયર છૂટો મળી કુલ 744 નંગ મળી આવ્યો હતો. જે દારૂ લિટર 372 જેવું થઈ તેની કુલ કિંમત રૂપિયા 85,560નો મુદ્દા માલ રાખવામાં આવ્યો હતો. રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઝાલા તથા સ્ટાફ દ્વારા રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન આ મુદ્દા માલને કબજે કરવામાં આવ્યો હતો પોલીસ રેડ દરમિયાન આરોપી ઘરેથી નહીં મળતા ગુના કર્યા બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top