Singvad

સિંગવડમાં બસ સ્ટેશન નહીં બનતા બસ ચાલકો જ્યાં ત્યાં પેસેન્જર ઉતારવા મજબૂર

સિંગવડ : સિંગવડ તાલુકાના સિંગવડ નગરમાં બસ સ્ટેશન નહીં બનતા બસ ચાલકોને બસને જ્યાં ત્યાં ઉભી રાખીને પેસેન્જર ને ઉતારવા તથા ચઢાવવા મજબૂર થવું પડે છે. જ્યારે ઘણી બસો ને આવ્યા પછી પલટાવવા માટે ઘણી દૂર સુધી બજારમાં ત્રણ રસ્તા સુધી જવું પડતું હોય છે. જેના લીધે બજારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો ઉભા થતા હોય છે.

જ્યારે બસ ચાલકો પણ જ્યાં ત્યાં રસ્તાની વચ્ચે ઊભા રાખીને પેસેન્જર ઉતારવા તથા ચઢાવવા ઊભા રહી જતા હોય છે. તેના લીધે પણ ટ્રાફિક જામ થતો હોય છે. જ્યારે સિંગવડ નગરમાં જલ્દીથી બસ સ્ટેશન બનવામાં આવે તો આ બસ ચાલકોને પણ રસ્તાની વચ્ચે બસ ઉભી રાખીને પેસેન્જર ઉતારવા તથા ચડાવવા મજબૂર નહીં થવું પડે અને બસ સ્ટેશનમાંથી જ પેસેન્જર ચડે ને ઉતરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ શકે તેમ છે. જ્યારે બસ પલટાવવા માટે પણ જ્યાં ત્યાં ઉભી રાખીને પલટાવવા નહીં પડે અને તે બસને બસ સ્ટેશનમાંથી જ પલટાવી શકે તેમ છે.

સિંગવડ તાલુકામાં બસ સ્ટેશન બનાવવાનું બાકી રહી ગયું હોય પણ સ્થાનિક નેતાઓ કે એસટી અધિકારીઓને સિંગવડ તાલુકામાં બસ સ્ટેશન બનાવવામાં રસ નથી કે પછી મુસાફર તથા લોકોને તકલીફ ઉઠાવવા દેવા મજબૂર છે તેમ લાગી રહ્યું છે. શું સિંગવડ તાલુકાના સિંગવડ નગરમાં બસ સ્ટેશન બનશે ખરી તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. શુ બસ સ્ટેશન બનાવવા માટે સ્થાનિક નેતાઓ રસ લેશે ખરા તે પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

Most Popular

To Top