Dahod

સિંગવડમાં બસ સ્ટેશન નહીં બનાવવાથી મજૂરી કરવા જતા તથા અપડાઉન કરતા મુસાફરોને મુશ્કેલી     

સિંગવડ :                                                                          ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથકો ખાતે એસટી બસ સ્ટેશન બનાવી દેવામાં આવ્યાં છે. જ્યારે દાહોદ જિલ્લાના  સિંગવડ તાલુકા ખાતે બસ સ્ટેશન બનાવવા માટે સરકારી તંત્ર દ્વારા વારંવાર માપ લેવામાં આવે છે અને જગ્યા નું નિરીક્ષણ કરવામાં આવે છે, પરંતુ આ જગ્યા ઉપર બસ સ્ટેશન બનાવવા માટે કોઈપણ ઉતાવળ કરવામાં  નથી આવતી. જો સિંગવડ તાલુકામાં બસ સ્ટેશન બનાવવાનું બાકી હોય તો પછી એસટી ખાતાના અધિકારીઓ તથા મામલતદાર ઓફિસના અધિકારીઓ તથા ઉપલા અધિકારીઓ દ્વારા  સિંગવડમાં બસ સ્ટેશન માટે કેમ જગ્યાની ફાળવણી કરવામાં આવતી નથી, કે પછી ઉતાવળથી કામ કરવામાં નથી આવતું તે જણાવાતું નથી. જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ કોઈપણ તાલુકો બસ સ્ટેશન વગર નહીં રહેવો જોઈએ તેમ કીધા પછી પણ આ સિંગવડ તાલુકામાં હજુ જગ્યાઓ જોવાય છે અને માપણી થાય છે. તો આ સિંગવડમાં બસ સ્ટેશન બનશે ક્યારે?  જો સિંગવડ બજારમાં બસ સ્ટેશન બની જાય તો બહારગામથી આવતી બસોમાં પણ વધારો થાય અને મુસાફરને સંજેલી પીપલોદ લીમખેડા સુધી બેસવા તથા ઉતરવા માટે મજબુર નહીં થવું પડે. જેથી સિંગવડ તાલુકાના ઘણાં ગામડાઓમાંથી લોકો મજૂરી કરવા માટે બહારગામ જતા હોય અને બહારગામથી મજૂરી કરીને પાછા પોતાના વતનને આવતા હોય તો તેમને પીપલોદ લીમખેડા સંજેલી સુધી ઉતરવા માટે તથા બેસવા માટે મજબુર થવું પડતું હોય છે. જો સિંગવડમાં બસ સ્ટેશન બની જાય તો અહીંયા બેઠા મુસાફરોને  બસનું બુકિંગ પણ થઈ શકે અને અહીંયાથી બસમાં બેસી શકે. મજૂરી કરવા જતા રહે જ્યારે મુસાફરોની બીજા ગામ સુધી લાંબુ નહીં થવું પડે અને બસ સ્ટેશન બનવાથી બીજી ઘણી નવી બસો  ચાલુ થાય અને લોકોને ફાયદો થઈ શકે.

Most Popular

To Top