Vadodara

સાવલી: સગીરા સાથે દુષ્કર્મ કરનારને 18 વર્ષની કેદ

સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં 2017 ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને સાવલીની પોકસો કોર્ટે વિવિધ ગુનામાં તકસીરવાર ફેરવીને 18 વર્ષની સજા અને 58,000 નો દંડ ફટકાર્યો છે.

સાવલીના ભાદરવા પોલીસ મથકની હદમાં સગીરા સાથે દુષ્કર્મની અને અપહરણ તેમજ વાલી પણા માંથી ભગાડી જવાની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં સાવલીના એક ગામમાં કડિયા કામે આવતો ફકીરભાઈ મનુભાઈ સરાણીયા (રહે લસબાની તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ) આવતો હતો તે સમય દરમ્યાન પીડિતાને પ્રેમ સબંધ માં ફસાવીને પોતાના વતન લઈ ગયો હતો. જે બનાવમાં ભાદરવા પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપી સામે ગુનો નોંધ્યો હતો અને પોલીસે આરોપીને ઝડપીને જેલ ભેગો કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૭ માંજ આરોપી ફકીરભાઈ જામીન પર છૂટીને નાસતો ફરતો હતો જેને પેરોલ્ ફર્લો સ્કોવડ દ્વારા ઝડપીને સાવલી કોર્ટમાં રજૂ કરાયો હતો. જેનો કેસ સાવલીની પોકસો કોર્ટના જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને પોકસો ના ગુનામાં 10 વર્ષ તેમજ અપહરણ અને અન્ય કલમો હેઠળ કુલ 18 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે વિવિધ ગુનાઓમાં કુલ 58,000નો દંડ ફટકાર્યો હતો. ત્યારે પીડિતાના પરિવારને જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખની સહાય ચૂકવવા ભલામણ કરી છે જ્યારે આરોપી જે દંડ ભરે તે રકમ પણ પીડિતાને આપવા માટેનો ઓર્ડર કર્યો છે.

તસવીરમાં સાવલીની પોકસો કોર્ટ દ્વારા સજા પામેલ આરોપીની તસવીર નજરે પડે છે

Most Popular

To Top