સાવલી તાલુકામાં રાજ્ય સરકારની સરસ્વતી સાધના સહાય યોજના હેઠળ કન્યાઓને વિતરણ કરવામાં આવતી 900 જેટલી સાયકલો 2023 ધૂળ ખાતી હાલતમાં પડી રહેતા અને કન્યાઓને એક વર્ષ થી વિતરણ ન કરીને અધિકારીઓની જોહુકમી નો કિસ્સો પ્રકાશમા આવ્યો છે જેની તપાસ કરી તાત્કાલિક કન્યાઓને સાયકલ મળે તેવી વ્યવસ્થા કરવા ની માંગ ઉઠી છે.
રાજ્ય સરકાર રાજ્યના બાળકો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગમાં શિક્ષણ મેળવીને શિક્ષિત થાય તે માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે અને તેના માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે.પરંતુ સરકારી બાબુઓની મેલી મુરાદના કારણે સરકારની કેટલી યોજનાઓ નો લાભ લાભાર્થીઓને મળતો નથી. યોજના માત્ર કાગળ પર રહી જાય છે . રાજ્ય સરકાર શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી નવી નવી યોજનાઓ થકી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને શિક્ષણ પ્રત્યે આકર્ષિત કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં વિદ્યાર્થી ઓ તેમજ કન્યાઓ માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ અને બાળાઓ ને શાળાઓમાં અવરજવર કરવા માટે સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત 9 થી 12 ની બાળાઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ કરવામાં આવે છે. જાણવા મળ્યા પ્રમાણે શૈક્ષણિક વર્ષ 2022- 23 તેમજ 2023 – 24 ના સત્ર માટેની હજારો કન્યાઓને સાયકલ આપવામાં આવી નથી . તંત્રની તેમજ અધિકારીઓની મિલી ભગતના કારણે ગ્રામ્ય કક્ષાની ગરીબ બાળાઓ ને આ યોજનાનો લાભ મળ્યો નથી. કન્યાઓને વિતરણ કર્યા વગરની 900 જેટલી સાયકલોનો જથ્થો ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યો છે. જે સાઇકલો પર ગુજરાત રાજ્ય સરકાર અને 2023 ની પ્રવેશોત્સવનો સિક્કો મારવામાં આવેલ છે . આમ 2023 માં વિતરણ નહીં કરીને આજરોજ 2024 નું વર્ષ માં ધૂળ ખાતી હાલતમાં છે માધ્યમિક શાળાના એક આચાર્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કન્યાઓને સાયકલ આપવામાં આવી નથી.હકીકતમાં તો દર વર્ષે પ્રવેશોત્સવના સમયમાં જ કન્યા ધોરણ આઠમાંથી ધોરણ નવ માં એટલે કે માધ્યમિકમાં જાય ત્યારે વિતરણ કરવાની હોય છે પરંતુ તે સાવલીની માધ્યમિક શાળાઓમાં કરવામાં આવી નથી પરિણામે વાલીઓ સાથે શાળાઓમાં સાયકલ મુદ્દે વાલીઓ અને શિક્ષકોને ઘર્ષણ થાય છે
સેકડોની સંખ્યામાં ધુળખાતી હાલતમાં પડેલી સાયકલોએ ફરી એકવાર તાલુકામાં અધિકારીઓના જોહુકમીપણાનો જીવતો જાગતો દાખલો છે. ત્યારે તાલુકાની ગરીબ કન્યાઓને લાભથી વંચિત રાખનાર અધિકારી અને જવાબદારો સામે કડક હાથે પગલાં ભરાશે અને સાયકલોનું કન્યાઓને વિતરણ થશે તેવા સવાલો તાલુકા જનો વાલીઓ કરી રહ્યા છે. વહેલી તકે તાલુકાની કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કન્યાઓને વિતરણ કરવાની સાયકલ વિતરણ નહીં કરીને કયા કારણોસર સાઇકલો ધૂળ ખાતી હાલતમાં મૂકવામાં આવી છે તે તપાસનો વિષય છે. કોના ઇશારે અને કયા કારણોસર આ સાયકલો વિતરણ કરવામાં નથી આવી તેની ઊંડી તપાસ થવી જોઈએ. રાજ્ય સરકારના શુભ આશયને બદનામ કરતા અધિકારીઓ પર લગામ કસાય તે જરૂરી થઈ પડ્યું છે.
શિક્ષણ અધિકારીને તો ખબર જ નથી
આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હેમંતભાઈ માછીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ નવી સાયકલો વિતરણ માટે આવી હોય તેવું અમારા ધ્યાનમાં નથી અને સરસ્વતી સાધના સહાય યોજનાની સાયકલ બાબતે પોતે કંઈ જાણતા નથી તેવું જણાવ્યું છે. જ્યારે સાવલી નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલે જણાવ્યું છે કે સરકાર ની યોજના નો લાભ દરેક લાભાર્થીને મળવો જોઈએ અને જે અધિકારીઓના કારણે તાલુકાની કન્યાઓ સાયકલ સહાયથી વંચિત છે તે અધિકારી સામે કડક હાથે પગલાં લેવા જોઈએ સાથે સાથે સાથે ધૂળ ખાતી હાલતમાં પડેલી સાયકલો તાત્કાલિક ધોરણે તાલુકા ની કન્યાઓને વિતરણ કરવામાં આવે તેવી અમારી માંગ છે
જવાબદારો સામે પગલાં લો
આ બાબતે ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય ડો પ્યારે સાહેબ રાઠોડે જણાવ્યું હતું કે આ બાબતે આ વિભાગ અને શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓને લેખિતમાં પત્ર પાઠવીને જવાબદારો સામે કડક હાથે પગલાં લેવાની હું રજૂઆત કરનાર છું અને સરકારની યોજના ના લાભ થી વંચિત રાખનાર જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવે તેવી મારી માંગ છે અને આ બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને હું રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરીને કસૂર વારો સામે કડક હાથે કાર્યવાહી તેમ જ કન્યાઓને વહેલી તકે સાયકલો વિતરણ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવશે અને આવનાર સમયમાં આ મુદ્દે તંત્ર સામે આંદોલન કરવું પડે તો પણ કરવામાં આવશે
તસવીરમાં સાવલી તાલુકામાં સરસ્વતી સાધના સહાય યોજના હેઠળ કન્યાઓને વિતરણ નહીં કરાયેલી સાઇકલો નો જથ્થો ધૂળ ખાતી હાલતમાં પડેલો નજરે પડે છે
સાવલી તાલુકામાં સરસ્વતી યોજનાની 900 સાયકલ કાટ ખાઈ રહી છે
By
Posted on