Vadodara

સાવલી તાલુકાનું ધો.10નું 64.62 ટકા પરિણામ

સાવલી: સાવલી તાલુકામાં આજરોજ ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થી ગણમાં કહી ખુશી કભી ગમ નો માહોલ સર્જાયો હતો સમગ્ર તાલુકાનું 64.62 ટકા પરિણામ આવ્યું હતું

આજરોજ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં કહીં ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો તાલુકાના વાલીઓ અને વિદ્યાર્થી ઓ વહેલી સવારથી જ ગુજરાત માધ્યમિક બોર્ડની વેબસાઈટને ચેક કરતા જોવા મળતા હતા જેમાં સાવલી સેન્ટરમાં કુલ 1121 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં થી 1108 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 716 વિદ્યાર્થીઓ પાસ થયા હતા આમ 64.62% પરિણામ આવ્યું હતું જે ગત 2023 ની સાલમાં સાવલી સેન્ટર નું પરિણામ 43.68% આવ્યું હતું આમ 20.9% નો તફાવત જોવા મળ્યો હતો જ્યારે ભાદરવા સેન્ટર પર 257 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા અને 257 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી 233 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 90.66 ટકા પરિણામ આવ્યું છે જ્યારે 2023 ની સાલમાં 70.87 ટકા પરિણામ હતું આમ 19.80 ટકા નો તફાવત જોવા મળ્યો હતો જ્યારે વાંકાનેર સેન્ટરમાં 255 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 253 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 199 પાસ થયા છે આમ 78.66 ટકા પરિણામ આવ્યું છે જ્યારે 2023 માં 40.98% પરિણામ આવ્યું હતું આમ 37.68% નો તફાવત જોવા મળ્યો હતો જ્યારે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ ભારે ખુશખુશાલ મુદ્રામાં જણાતા હતા અને મીઠાઈ વહેચીને એકબીજાનું મોઢું મીઠું કરાવતા જોવા મળતા હતા

વિવિધ શાળાઓના પરિણામ

સાવલી તાલુકામાં કે જે વિદ્યા મંદિર ગુજરાતી મીડીયમનું સો ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ઇંગ્લીશ મીડીયમનું 86.36% પરિણામ છે જ્યારે ભાદરવા જી આર ભગત હાઈસ્કૂલનું પરિણામ 60% આવ્યું છે જ્યારે ટુંડાવ પટેલ જેઠાભાઈ પ્રભુદાસ હાઈ સ્કૂલ નું પરિણામ 43.33 ટકા આવ્યું છે જ્યારે વાંકાનેર એન બી ભાવસાર હાઈસ્કૂલ નું પરિણામ 75.14% આવ્યું છે જ્યારે ગંગોત્રી હાઈસ્કૂલ નું પરિણામ 98% આવ્યું છે સાથે સાથે શ્રીમતી ડી પી પટેલ હાઇસ્કુલ મોકસી નું 98.11% પરિણામ આવ્યું છે જ્યારે સાવલી આદર્શ નિવાસી શાળા ( વી.જા ) કન્યા વિભાગની શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે આમ સાવલી તાલુકામાં કે જે વિદ્યા મંદિર અને આદર્શ નિવાસી શાળા આ બંને શાળાનું ધોરણ 10 નું પરિણામ સો ટકા આવ્યું છે જ્યારે આદર્શ નિવાસી શાળા ધોરણ 10 અને ધોરણ 12 બંનેમાં સો ટકા પરિણામ આપનાર તાલુકાની એકમાત્ર શાળા બની છે

Most Popular

To Top