તુલસીપુરા, રાણેલા પ્રા. શાળાના નામ બદલીમાં તંત્રની-ભૂલ ને લઈ સાવલી તાલુકાના ગ્રામજનોએ જિલ્લા પંચાયત ખાતે ઘણા પ્રદર્શન યોજ્યા
*સરપંચે DDO-TDOને લેખિત રજૂઆત કરી
સાવલી તાલુકાના છેવાડે તુલસીપુરા ગામ આવેલું છે. નરભા પુરા, રાણેલા, ભગાના મુવાડા, તુલસીપુરા આમ ચાર પેટાપરા મળીને તુલસીપુરા પંચાયત બનેલી છે. ગામના સરપંચ મહેશ તલાવિયાના જણાવ્યા પ્રમાણે તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રાથમિક શાળા તેમજ રાણેલા ગામમાં રાણેલા પ્રાથમિક શાળા આવેલી છે. પરંતુ વર્ષ-2024માં આ બંને પ્રાથમિક શાળાઓના નામ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તદ્દન ખોટી રીતે સ્થળની ચકાસણી કર્યા વગર કાયદેસરના પ્રાથમિક શાળાના ઓર્ડરના કાગળો જોયાં વગર બદલી નંખાયા હતા. જેમાં રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક શાળા- 1 અને તુલસીપુરા પ્રા. શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક શાળા -2 કરાયું છે. જે તદ્દન ખોટુ અને ગેરવ્યાજબી છે. હાલમાં ગામ પંચાયતમાં કાયદેસરનો ઠરાવ કરી તુલસીપુરા પ્રા. શાળાના તમામ 1997ના ઓર્ડરો સાથે કાયદેસરનું નામ કરવા ઠરાવ કરાયો છે. જે ઠરાવ TPEO તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી સાવલીને 09/01/2024ના રોજ દરખાસ્ત અપાઈ હતી પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા ગામના સરપંચે જ પોતાના તાબાના ગામોની શાળાના નામો અને વિકાસની ગાન્ટો પ્રત્યે પ્રશ્ન ઉભો કર્યો છે. ત્યારે આજે તમામ ગ્રામજનો વડોદરા શહેર જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ ગયા હતા અને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જ્યાં સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધરણા પર બેસવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સાવલી તાલુકાની પ્રાથમિક શાળાના નામ સ્થળ તપાસ કર્યા વગર જ બદલી નંખાયા
By
Posted on