Vadodara

સાવલી તાલુકાના પિલોલ ગામે સાંસદનો સન્માન સમારોહ યોજાયો

વડોદરા જીલ્લા સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે વડોદરા જિલ્લાના સાંસદ સભ્યનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો

આજરોજ પિલોલ ગામ ખાતે શ્રીનિલકંઠ મહાદેવ મંદિરના પ્રાગણમાં વડોદરા શહેર/જિલ્લાના સાંસદ સભ્ય ડો. હેમાંગભાઈ જોશીના સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ક્ષણોમાં ડો. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે,તેમને હર હંમેશ પિલોલા ગામ પ્રત્યે લાગણી રહી છે. એવા યુવા અને શિક્ષત સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષીનું સમસ્ત પિલોલ ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.પિલોલ ગ્રામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ, તાલુકા સદસ્ય પરમાર દિનેશભાઈ, ભૂપેન્દ્રભાઇ પરમાર નીલકંઠ મહાદેવના ટ્રસ્ટીઓ તેમજ ગામજનો, વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Most Popular

To Top