વડોદરા: સાવલી તાલુકાના નારા ગામમાં રહેતા બાલુબેન જામસિંહ પરમાર (ઉ વર્ષ:60) બપોરે એક વાગે ઘરમાં કચરો વાળી રહ્યા હતા. ત્યારે એકાએક નિકળેલા સાપે જમણા હાથના અંગૂઠા પર ડંખ માર્યો હતો. વૃદ્ધાએ ચીસાચીસ કરી મુકતા ઘરમાં હાજર પરિવાર દોડી આવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી તબીબી સારવાર બાદ વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. અત્યંત ઝેરી સાપના ડંખથી વૃદ્ધાએ માત્ર ત્રણ કલાકમાં દમ તોડી નાખ્યો હતો. આકસ્મિક કરુણ બનાવના પગલે પરિવારજનો ડઘાઈ ગયા હતા. ડેસર પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.