બુટલેગરોના સોશિયલ મિડિયામા વિડિઓ તેમજ ફોટા વાઈરલ
સાવલીમાં ખુલ્લેઆમ બુટલેગરનો જાહેરમાં ઘાતક હથિયાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો
લિસ્ટેડ બુટલેગરનો ખંજર વડે કેક કાપતો વિડિયો વાઈરલ.
સાવલીના નામચીન બુટલેગર સાગર જયસ્વાલ તેનો કુખ્યાત સાથીદાર મિતેશ ઉર્ફે બંટા સહિતના સાથીદારો વચ્ચે તલવારથી કેક કાપીને ઉજવણી કરી હતી. કાયદો અને કાનૂન ખિસ્સામાં લઈને ફરતા ઇસમના હાથ મા પિસ્તોલ સાથે નો ફોટો વિડિયો પણ વાઇરલ થયા છે. અનેક ગુનામાં સંડોવાયેલો માથાભારે બુટલેગર મુન્નો જયસ્વાલ દ્વારા જાહેરમાં ખંજર વડે દારુ ની બોટલની થીમ વાળી કેક કાપતો વીડિયોમાં જોવા મળ્યો હતો

ગુજરાતના ડિજીપી સહિતના પોલીસ તંત્રએ આવા લુખ્ખા અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે છતાં કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય તેવો રોફ ઝાડતા તત્વોએ સાવલી પોલીસને તો જાહેરમાં ખુલ્લો પડકાર ફેક્યો છે
સોશિયલ મીડિયામાં અપલોડ થયેલ ફોટો વિડિયોમાં કોઈ પણ જાતના ડર કે બીક વિના નજરે પડતા બુટલેગરબંધુઓ પર અસંખ્ય પ્રોહિબિશન તેમજ શરીર સંબંધી ગુન્હાઓ નોંધાયેલ છે. ગંભીર પ્રકારનની અનેક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા તેમજ અનેક વાર પાસા હેઠળ જેલ ભોગવી ચુકેલા બૂટલેગરો પૈસા ના જોરે અને પોલીસ સાથેના ગાઢ સંબંધ ના કારણે જેલ તેનું એક બીજું જ ઘર સમજતા હોવાથી બેખૌફ બન્યા છે
એસ પી અને ડીવાયએસપી સહિત ની સાવલી પોલીસ આ મુદ્દે કેટલી કડક કાર્યવાહી કરે છે તે નજીક ના દિવસોમાં જોવા મળશે.
