સાવલી નગરમાં તાંત્રિક વિધિના નામે વન્ય જીવ નું વેચાણ કરતી ટુકડી ને નકલી ગ્રાહક બનીને પ્રાણી ક્રૂરતાની ટીમે ઝડપી પાડયા હતાં.
ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણના સભ્યે નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવીને ૧૦ લાખમાં સોદો કરી કાંટા સેરિયું ( જંગલી ઉંદર) ના બે નંગ સાથે પાચ ઇસમોની ધરપકડ કરી હતી.
સાવલી પોલીસ ફોરેસ્ટ વિભાગ અને પ્રાણી ક્રૂરતા ટીમના સંયુક્ત ઓપરેશન માં તાંત્રિક વિધિ માટે વપરાતા બે ઉંદર ઝડપી પાડયા હતા. સમગ્ર દરોડામાં પાંચ મોબાઈલ બે બાઇક સાથે ધરપકડ કરીને ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલ આરોપી ઓ માં બે અમદાવાદ ના બે સાવલી તાલુકાના અંધારવાડી ગામના અને એક આણંદ ના બેચરી ગામનો આરોપી હોવાનું ખૂલ્યું છે.
સાવલીમાં તાંત્રિક વિધિ માટે રખાયેલ બે જંગલી ઉંદર ઝડપાયા
By
Posted on