Vadodara

સાવલીના મોક્સી ખાતે જંગલી ભૂંડના હૂમલામાં મહિલા ઇજાગ્રસ્ત

મહિલા કંપનીમાંથી નોકરી કરી સાંજે પોતાના ઘરે પરત ફરતા હતા તે દરમિયાન રસ્તામાં ભૂંડે હૂમલો કર્યો

જંગલી ભૂંડ ગતરોજ એક મહિલા ,એક બાળક તથા બે પુરુષો ઉપર પણ હૂમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 02

સાવલીના મોક્સિ ગામે ગતરોજ જંગલી ભૂંડે મહિલા ઉપર અચાનક હૂમલો કરતાં મહિલાને ડાબા હાથે તથા કમરના ભાગે બચકું ભર્યું હતું તથા ભૂંડે મહિલાને ભેટી મારતાં મહિલાને માથામાં પણ ઇજાઓ પહોંચી હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાનું ઓપરેશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાવલીના મોક્સી ખાતે ગત તા. 01 લી જાન્યુઆરીના રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પાદરા મોક્ષી ગામમાં અક્ષરપુરી ખાતે રહેતા પ્રેમીલાબેન ચંદ્રસિંહ ઝાલાએ રાઠોડ નામના 45 વર્ષીય મહિલા મોક્સી ખાતે આવેલી એનબીસી કંપનીમાં અંદાજે છેલ્લા એક વર્ષથી કેન્ટિનમા ફરજ બજાવે છે તેઓના પરિવારમાં એક પુત્ર તથા પુત્રવધૂ મળીને ત્રણ લોકો રહે છે.મહિલા ગત 01લી જાન્યુઆરીના રોજ સાંજે સાડા ત્રણ થી ચાર વાગ્યે કંપનીમાં થી છૂટી પોતાના ઘરે જવા નિકળ્યા હતા જ્યાં તેમના ઘરેથી એક કિલોમીટર વિસ્તારમાં રોડ પર અચાનક એક જંગલી ભૂંડે તેમના પર ભેટી મારી હૂમલો કર્યો હતો અને બચકું ભર્યું હતું જેમાં મહિલાને માથામાં ભેટીથી મૂઢ ઇજા થઇ હતી તથા ડાબા હાથે તેમજ કમરના ભાગે મહિલાને બચકું ભરતા ઇજાઓ પહોંચી હતી જેની જાણ થતાં ગામના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહિલા સારવાર હેઠળ ભાનમાં હોવાનું તથા મહિલાને ઓપરેશન કરવાનું હોવાનું જાણવા મળ્યું છે.
ઇજાગ્રસ્ત મહિલાના પુત્રના જણાવ્યા મુજબ, જંગલી ભૂંડે ગત 01લી જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં એક બાળક,મહિલા તથા બે અન્ય લોકો પર હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે ગામલોકોએ જંગલી ભૂંડને મારી નાખ્યું હતું.

Most Popular

To Top