વડોદરા શહેરના ગેડા સર્કલ પાસે આવેલું સારાભાઈ કેમ્પસનાં ઇશાન ટાવરમાં આગ લાગતા અફરા તફરિ જોવા મળી હતી


વડોદરા શહેરના ગેડા સર્કલ નજીક ઇશાન ટાવરમાં આવેલ જોમેટોની ઓફિસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેથી કરીને આખા વિસ્તારમાં અફરા-તફ્રી નો માહોલ જોવા મળ્યો હતો.
સાંજે ફાયર બ્રિગેડને જાણ કરાતા વડી વાડી ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડ એ અનુમાન લગાવ્યું હતું. ત્યારે ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
