વિસ્તારના રહીશોને પાણી સંગ્રહ કરી રાખવા સૂચન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પાણી પુરવઠાને શુદ્ધ અને કાર્યક્ષમ બનાવવાના ભાગરૂપે સાયાજીપુરા ટાંકી અને સપ્લાય લાઈનની સફાઈની કામગીરી 10 ફેબ્રુઆરી 2025, સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.
આ કામગીરીને કારણે સાયાજીપુરા ટાંકીના કમાન્ડ વિસ્તારના તમામ ઝોનમાં 10 ફેબ્રુઆરીએ સાંજના સમયે પાણી વિતરણ બંધ રહેશે. જેને પગલે રહીશોએ અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા કોર્પોરેશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ટાંકી અને સપ્લાય લાઈનની સફાઈ પછી, 11 ફેબ્રુઆરી 2025, મંગળવારે પાણીનું વિતરણ મોડેથી શરૂ થશે અને પ્રારંભિક તબક્કામાં ઓછા દબાણ સાથે આપવામાં આવશે. સ્થિતી સામાન્ય થતાં પૂરતા દબાણે પાણી વિતરણ પૂર્વવત્ થશે.