Vadodara

સાયક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યના કેટલાક સ્થળોએ માવઠું પડવાની શક્યતા

16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતના કેટલાક ભાગોમા માવઠું પડશે.

તારીખ 21 થી 23 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં અણધાર્યો પલટો જોવા મળી શકે છે જેના કારણે વાદળછાયા વાતાવરણ સાથે પવન અને માવઠાની શક્યતા છે.

(પ્રતિનિધિ) વડોદરા તા. 11

છેલ્લા બે દિવસથી શહેરમાં ઠંડીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે જ રાત થી વહેલી સવાર સુધી ધુમ્મસ અને ઝાકળ જોવા મળી રહ્યું છે. હિમાલયના પર્વતીય વિસ્તારમાં હાલ સતત બરફ વર્ષા ચાલી રહી છે જેના કારણે ઉત્તર થી દક્ષિણ તરફ બર્ફીલા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સતત બરફ વર્ષા થી ફૂંકાતા બર્ફિલા પવનને કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો કહેર વર્તાઇ રહ્યો છે.સતત ઠંડી અને પવનને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી રહી છે ત્યાં બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી તા. 16 થી 18 દરમિયાન રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે જેને લઇને ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણ કે હાલમાં જીરું,ઘઉ, ચણા જેવા પાક તૈયાર થઇ ગયો છે તેને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે બીજી તરફ
શ્વાસને લગતી તકલીફો ધરાવતા દર્દીઓ,વૃધ્ધો, બિમાર તથા નાના બાળકો પર આ વાતાવરણની અસરથી શરદી ખાંસી ન્યૂમોનિયા જેવી બિમારીનો ખતરો વધ્યો છે.આ ઠંડીનો કહેર આગામી જાન્યુઆરના મધ્ય અને અંતના ભાગમાં પણ જોવા મળશે ત્યારે શનિવારે વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 29.4°સેલ્શિયસ તથા લઘુત્તમ તાપમાન 17.6°સેલ્શિયસ જોવા મળ્યું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 42%રહેવા પામ્યું હતું.
જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિથી સામાન્ય રીતે દિવસ લાંબો અને રાત ધીમે ધીમે ટૂંકી થતી હોય છે અને ઠંડીનું જોર પણ થોડું ઘટવા લાગે છે પરંતુ આ વખતે 14મીજાન્યુઆરીને ઉતરાયણ થી મહિનાના અંત સુધીમાં પણ કડકડતી ઠંડી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.જાન્યુઆરી માં તારીખ 13જાન્યુઆરી થી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનુ જોર વધશે. હાલમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ પવનની ગતિ 10 થી 15કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે

આ વર્ષે મકરસંક્રાંતિ પર્વે પવનનું જોર રહેવાથી પતંગરસિયાઓને આનંદ રહેશે

આગામી 14જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ તથા 15મી જાન્યુઆરી ના રોજ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ છે તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ઠંડા પવનો રહેશે આ વખતે પતંગરશિયાઓને નિરાશ નહીં થવું પડે પરંતુ આ પાવન એક સમાન ન રહેતા બદલાતા રહેશે જેના કારણે ક્યારેક હળવા તો ક્યારેક માધ્યમથી ભારે પવન ફૂકાશે તથા 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળો સાથે માવઠું થવાની શક્યતા છે સાથે જ આગામી 21 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે
જાન્યુઆરી દરમિયાન કયા પ્રકારનું વાતાવરણ જોવા મળશે?

13 જાન્યુઆરી થી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે

સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આગામી તારીખ 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતના કેટલાક ભાગોમા માવઠું પડશે.

તારીખ 21 થી 23 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં અણધાર્યો પલટો જોવા મળી શકે છે જેના કારણે વાદળછાયા વાતાવરણ સાથે પવન અને માવઠાની શક્યતા છે.

Most Popular

To Top