Vadodara

સામાન્ય સભા મુલતવી: ત્રણ પૂર્વ અગ્રણીઓના અવસાન પર શ્રદ્ધાંજલિ

24 માર્ચે પુનઃ યોજાશે સામાન્ય સભા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા પરંપરા મુજબ ગતરોજ મુલતવી રાખવામાં આવી હતી. પાલિકા દ્વારા આ નિર્ણય પૂર્વ કોર્પોરેટર જશવંતસિંહ ચૌહાણ, પૂર્વ ડેપ્યુટી મેયર ડૉ. નીરૂબેન પટેલ, અને પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ અમીનના અવસાનના કારણે લેવાયો હતો. સંસ્થાનાં વિધિવત નિયમો અને પરંપરાને અનુરૂપ, મહાનગર પાલિકા સભ્યોએ શ્રદ્ધાંજલિ અર્પી સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો. હવે આગામી 24 માર્ચ, સોમવારે, સામાન્ય સભા સબ્ધાનગૃહમાં પુનઃ મળવાની રહેશે. સામાન્ય સભાની મુલતવી દરમિયાન, આગેવાનો અને સભ્યોએ ત્રણે પૂર્વ અગ્રણીઓના શહેર અને સમાજ માટે આપેલા યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પાલિકાની કામગીરી સાથે જોડાયેલા મહત્વના નિર્ણયો હવે આગામી બેઠકમાં લેવાશે.

Most Popular

To Top