Vadodara

સામાન્ય અને ધીમા વરસાદમા જ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા

શહેરના સોમા તળાવ તથા ગાજરાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની શરુઆત. મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં રાહદારીઓ વાહનદારીઓ ને હાલાકી બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં ધીમે ધીમે ડ્રેનેજ અને વરસાદી કાંસો ફૂલ થઇ રહી હોય જો આ રીતે ધીમી ધારે પણ અવિરત વરસાદ પડતો રહેશે તો સાંજ સુધીમાં શહેરના પૂર્વ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાની શક્યતા છે.

વરસાદની સ્થિતિ રાત્રે 12 થી સવારે 10સુધી

સાવલી તાલુકામાં. 17મીમી
વડોદરા. 24મીમી
વાઘોડિયા તાલુકામાં 25મીમી
ડભોઇ તાલુકામાં 10મીમી
પાદરા તાલુકામાં 12મીમી
કરજણ તાલુકામાં 8મીમી
શિનોર તાલુકામાં 13મીમી
ટેસર તાલુકામાં 0.0મીમી

વડોદરાના જળાશયોની જળસપાટી સવારે 11 વાગ્યા સુધીમાં (ફૂટમાં)

આજવા ડેમ 211.52 ફૂટ
પ્રતાપપુરા ડેમ 222.30 ફૂટ

વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી સવારે 11 વાગ્યા સુધીમાં (ફૂટમાં)

અકોટા બ્રિજ 12.20 ફૂટ
બહુચરાજી બ્રિજ. 3.32 ફૂટ
કાલાઘોડા બ્રિજ 9.48 ફૂટ
મંગલ પાંડે બ્રિજ 9.77 ફૂટ
મુજમહુડા બ્રિજ 10.35 ફૂટ
સમા -હરણી બ્રિજ 10.17 ફૂટ
વડસર બ્રિજ 8.26 ફૂટ

Most Popular

To Top