Vadodara

સાબરમતી જેલમાં સજા કાપતા ભાજપના કરજણ નગરપાલિકાના કાઉન્સિલર ગોકુળ ભરવાડ

નાગાલેન્ડના ડોક્યુમેન્ટસના આધારે કાઉન્સિલર સહિત ચારે હથિયાર ખરીદયા હતા
પ્રતિનિધિ વડોદરા તા.17
નાગાલેન્ડ ડોક્યુમન્ટના આધારે બોગસ લાઇસન્સ બનાવીને હથિયારો ખરીદનાર ભાજપના નગરપાલિકાના કાઉન્સિલર ગોકુળ ભરવાડ સહિત ચાર લોકોની એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.ત્યારે આ ગુનામાં ભાજપના ગોકુળ ભરવાડ હાલમાં આ ગુનામાં સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો છે.
વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેરકાયદે હથિયારનું લાઇસન્સ બનાવવાનું જાણે આખેઆખુ નેટવર્ક ચાલી રહ્યું હોય તેવું જાણવા મળી રહ્યુ છે. જેના પર ગુજરાત એટીએસની ટીમ દ્વારા સતત આવી ગેરકાયદે થતી પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યાર તાજેતરમાં એટીએસની ટીમ બાતમી મળી હતી કે વડોદરા જિલ્લામાં ઘણા લોકોએ ગેરકાયદે હથિયાર ખરીદવા માટે નાગાલેન્ડના દસ્તાવેજના આધારે લાઇસન્સ મેળવ્યાં છે. જેમાં કરજણ નગરપાલિકાના કાઉન્સિલર ગોકુળ ભરવાડનું નામ બહાર આવ્યુ હતું. જેથી એટીએસની ટીમ દ્વારા થોડા સમય પહેલા કરજણમાં રેડ કરી હતી અને બોગસ ડોક્યુમેન્ટસના આધારે ગેરકાયદે લાઇસન્સ મેળવાનાર ધુધા (ગોકુળ) રુપા ભરવાડ સહિત ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ એટીએસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવા લઇ જવામાં આવ્યાં હતા અને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ પણ મેળવવામા આવ્યાં હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ ભાજપના કરજણ નગર પાલિકાના કાઉન્સિલર ગોકુળ ભરવાડને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

Most Popular

To Top