*શિનોર :
શિનોર તાલુકાના સાધલી ગામે કલેકટર દ્વારા વહીવટ માટે આપેલી સરકારી જગ્યા ઉપર ગ્રામ પંચાયત દ્વારા બિન અધિકૃત રીતે તળાવની પાળ ઉપર માંડવા ઉભા કરી માત્ર રૂપિયા 20ની ટોકન ફી લઈ દબાણોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
સાધલી બસ સ્ટેન્ડ ની આજુબાજુ તથા મેઈન રસ્તા ઉપર કાયમ માટે જ બિનઅધિકૃત રીતે ઊભા રહેતા વાહનો ટ્રાફિકને નડતરરૂપ બને છે. સરકારી દવાખાનાની કમ્પાઉન્ડ વોલની બહાર બિનઅધિકૃત રીતે પંચાયત તથા પોલીસની રહેમ નજરથી બિન અધિકૃત લારીઓ વાળાએ જમેલો કર્યો છે. બિનઅધિકૃત પંચાયતના કેબિનધારકો જાણે પંચાયતની જગ્યાના પોતે માલિક હોય એમ બીજા વ્યક્તિને રૂપિયા 7000 થી 8000ના માસિક ભાડા પેટે જગ્યા આપવા આવે છે ધંધો કરવામાટે આપતા હોય છે. શું સાધલી પંચાયતને આની જાણ નહીં હોય?
સાધલી પંચાયત દ્વારા 20 રૂપિયાની પાવતી ફાડવામાં આવે છે. છતાં સાધલી ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા પોતે આ જગ્યા રોકીને પંચાયતની હોવા છતાં પોતે માલિક હોય એવી રીતે રૂપિયાb7000/8000 માસિક ભાડા લેખે ભાડુ વસૂલ કરવામાં આવે છે. પોતે ધંધો કરતા નથી એવી રીતે કેટલાય ઉધરાવે છે.
સાધલી ગામના નાગરિકો પોતે ધંધો કરતા નથી અને ત્રાહિતને 7000/8000 ભાડે આપવામાં આવે છે . ભાડું ચૂકવ્યા બાદ પણ 20 રૂપિયાની પંચાયતની પાવતી ફરજિયાત ફડાવવી પડતી હોય છે . પંચાયત સદંતર મૌન છે. કેટલાક કેબિન ધારકોને પતરાના શેડ મારવા માટે શું પંચાયતે પરવાનગી આપી હશે ખરી તે જાણવું રહ્યું. સાધલી બસ સ્ટેન્ડ ની આજુબાજુ કાયમ માટે વાહનોનો જમેલો રહે છે. તદુપરાંત મીઢોળ રોડ, ઉતરાજ રોડ તથા બસ સ્ટેન્ડની પાછળ ગામમાં જવાના મુખ્ય રસ્તા પર વાહનોનો જમેલો ટ્રાફિકને નડતરરૂપ છે. મદીના મસ્જિદ પાસે તથા તેની સામે કાયમ માટે વાહનોનો જમેલો હોય છે, જે ટ્રાફિકને નડતરરૂપ છે. ડભોઈ રોડ તરફ તળાવની પાળ ની ઉપર બિનઅધિકૃત દબાણો તથા રોડ સુધી લાવેલા મોટા તોતિંગ શેડના કારણે ટ્રાફિક જામ થાય છે. મુખ્ય બજારમાં બેંકો આવેલી હોવા છતાં વાહનો ગમે ત્યાં પાર્ક કરીને ટ્રાફિક માટે અવરોધ ઉભો કરે છે. તેવી જ રીતના સરદાર પટેલના સ્ટેચ્યુ થી બજારમાં જવાના રસ્તા ઉપર પણ આજુબાજુની દુકાનોની સામે બિન અધિકૃત વાહનો ઉભા રાખીને ગ્રાહકો તથા ટ્રાફિકને નડતરરૂપ બને છે, લાકડી ના ટેકે આંધળો માણસ જતો હોય તો તેને પણ આ નડતરરૂપ દબાણોની ખબર પડે છે. પરંતુ શિનોર પોલીસ અને સાધલી
ગ્રામ પંચાયતના સત્તાધીશોને પ્રજાની સુખાકારી માટે કોઈપણ કામગીરી આવડતી નથી કે સવલત આપવાની ઈચ્છા નથી. શાસનમાં આવે ત્રણ વર્ષ થયા હોવા છતાં પણ મહિલાઓ માટે એક મુતરડી પણ બની શકતી નથી અને હાલમાં તો માત્ર રૂપિયા 12 લાખની ઉચાપતમાંથી કેવી રીતે બચવું તેની તમામ સભ્યોને ચિંતા છે. તમામ વહીવટ મહિલા સરપંચ તથા મહિલા સભ્યો હોવા છતાં તમામ વહીવટ તેમના પતિઓ દ્વારા કરવામાં આવે છે..
જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા તથા તાલુકા વિકાસ અધિકારી શિનોર, સાધલી ગ્રામ પંચાયતને કડક સુચના આપીને ભાડું વસુલાત માટે અને દબાણો દૂર કરવા માટે તાકીદ કરે એ જરૂરી બન્યું છે.