Vadodara

સાધલી ગામની સીમમાંથી યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

શિનોર: .શિનોર તાલુકાના સાધલી ગામનીસીમમાંથી 34 વર્ષના યુવકનો ગળે ટૂંપો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં શિનોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પી.એમ કરવાની તજવીજ હાથ ધરી છે. યુવાન યુવક નો ફાંસો ખાધેલી હાલત માં મૃતદેહ મળતા પંથકમાં ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે.

ગત તારીખ 19 મે ના રોજ સાંજના 4 વાગ્યાના સુમારે મોજે શિનોર તાલુકા ના સાધલી ગામની સીમમાં હાઈના વગામાં આવેલ ઘનશ્યામભાઈ પટેલના એરંડાના ખેતરના શેંઢા ના ભાગે કુવા પાસે આવેલ લીમડાની ડાળી સાથે લાલ કલરની સાફી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.જે અંગેની જાણ થતા જ શિનોર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક યુવકની ઓળખ વિષ્ણુભાઈ કાંતિભાઈ વસાવા તરીકે થવા પામી છે. જે બાબતે શિનોર પોલીસે વધુ તપાસ કરતા મૃતક વિષ્ણુભાઈ કાંતિભાઈ વસાવા શિનોર તાલુકાના સાધલી ગામે નવી નગરી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.આ દરમિયાન જાણવા મળેલ કે વિષ્ણુ વસાવા કોઈ કામધંધો કરતો ન હોય તેઓના પિતાએ ગત તારીખ 17 મે ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં ઠપકો આપ્યો હતો.જે મનમાં લાગી આવતાં વિષ્ણુ વસાવા ઘરેથી ક્યાંક નીકળી ગયો હતો.ઉપરોક્ત બનાવ સંદર્ભે શિનોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે વિષ્ણુ વસાવાએ આત્મહત્યા કરી છે કે હત્યા કરવામાં આવી છે જેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.પરંતુ સાધલી ગામની સીમમાંથી ગળે ટુંપો ખાધેલી હાલતમાં સાધલી ના 34 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે…

Most Popular

To Top