
શિનોર તાલુકાના સાધલી ગામે ક્રિશ્ના ક્લિનિક દવાખાનામાં એક સાપ ઘુસી ઞયો હતો. તેથી ત્યાંના દર્દીઓ અને કર્મચારીઓ ભયભીત થયા હતા અને હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. ક્રિશ્ના ક્લિનિકમાં કર્મચારીએ ડોક્ટર દીક્ષિત ભાઈને જાણ કરતા તેમણે તાત્કાલિક પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાના રેસ્ક્યુઅર અશોક પટેલ ને ફોન દ્વારા જાણ કરતા તેઓ તરતજ દોડી આવ્યા હતા અને જોયું તો એક ધામણ સાપ ઘૂસી ગયો હતો. તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યો હતો