શિનોર:
જમ્મુ-કાશ્મીરના પહલગામમા થયેલા આતંકી હુમલાના મૃતકોને અશ્રુભીની શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ સાધલી ખાતે રાખવામાં આવ્યો હતો.
શિનોર તાલુકાના સાધલી ખાતે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલાના વિરોધમાં આજે બસ સ્ટેન્ડ ખાતે શિનોર તાલુકાના સર્વ જ્ઞાતિના લોકો દ્વારા ભેગા થઈને મીણબત્તી સળગાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જેમાં શિનોર તાલુકા ભાજપના પ્રમુખ સંકેતભાઈ ભરતભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનાં પ્રમુખ શબ્બીર ભાઈ રાઠોડ, રેલ એન્ડ પેસેન્જર એસોસીયનના પ્રમુખ ભુપેન્દ્ર ભાઈ ગોહિલ, ઉદિત ગાંધી તેમજ ગામ ના વડીલો અને યુવાનો આ શ્રધાંજલિનાં કાર્યક્રમ મોટી સંખ્યામાં જોડાયા હતા.