Shinor

સાધલીમાં અધુરી ખુલ્લી ઢાંકણા વગરની ગટરમાં કાર ખાબકી

*શિનોર: શિનોર તાલુકાના સાધલી ગામે નવીન બનાવેલી અધૂરી ખુલ્લી ગટર ઢાંકણા વગર ગટરની આજુબાજુ ઘાસ ઉગે નીકળતા ગટર દેખાતા નહીં એક ફોરવીલ ગાડી ઢાંકણા વગરની ગટરમાં પડી હતી.

ગ્રામ પંચાયત દ્વારા કાયાવરોહણ, સેગવા ના ત્રણ રસ્તા પાસે પાસે નવા બનેલા વિશાળ સર્કલ પાસે અમુક ખુલ્લી ગટર અને અમુક પથ્થર નાખીને બંધ કરેલી ગટર છે. ગટરની આજુબાજુ ઘાસ ઉગી નીકળવાથી કઈ એ જગ્યાએ ખુલ્લી ગટર છે તે દેખાતી નથી અને ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી. જેના કારણે આજરોજ પુનિયાદના પટેલ સંજયભાઈ દિવ્યાંગ તથા પોતાના ઘરડા (બા)સાસુ અને પત્ની સાથે ખરીદી કરવામાટે આવેલ મેઇન રોડ પર ટ્રાફિક ના થાય તેથી તેઓ દુકાન તરફ ગાડી લેવા જતા ઘાસ ઘાસ ઉગી નીકળ્યું હોવાથી ગટર હોવાનો કોઈ અંદાજ ન આવતા અને તેનાથી આ ગાડી સીધા ગટરમાં ખાબકી હતી
ફોરવીલ ગાડી જેનો નંબર GJ- 06- આઈ.સી-00701 અને આગળ વધી પાછળ કાચ ઉપર દિવ્યાંગનું સ્ટીકર લગાડેલું હતું . તેઓના સારા નસીબે ત્રણમાંથી કોઈને પણ ઈજા થઈ નથી અને ગાડીને આગળના ભાગે નુકસાન થયું છે.
સાધલી ગ્રામ પંચાયતના સત્તાધીશો હાલ અંદરો અંદર લડવામાંથી અને પંચાયતમાં જયારથી રૂપિયા 12 લાખની ઉચાપત થઈ છે, ત્યારથી વિકાસ કામો તો બાજુ પર રહ્યા પરંતુ મરામતના કામોમાં પણ સદંતર નિષ્ફળ રહ્યા છે. તેઓની નિષ્કાળજી ના કારણે આજે આ દિવ્યાંગ ગાડી ચાલક તેના ભોગ બન્યા છે. આ ખુલ્લી ગટરમાં અગાઉ પણ ત્રણ ત્રણ વખત ગાડી સાથે મનુષ્યો પડવાના પણ બનાવો બન્યા હતા, છતાં સાધલી ગ્રામ પંચાયત સભ્યો કે સરપંચનું પેટમાં પાણી પણ હલતું નથી પણ આંધળા, બહેરા અને મુંગા બનેલા પંચાયતના સત્તાધીશોની ઊંઘ ઊડતી નથી. એ ગ્રામ પંચાયતનું કમનસીબી છે. આ બનાવ બન્યા પછી ગ્રામ પંચાયત જાગૃત થશે ખરી એ ચર્ચાનો વિષય બન્યો છે.સાધલી ગ્રામ પંચાયત જાગૃત થાય અને વારંવાર ગાડીઓ ગટરમાં પડવાથી કોઈ મનુષ્ય આનો ભોગ ન બને તે માટે સાધલી ગ્રામ પંચાયત ગટરના ઢાંકણા બેસાડે તેવી લોક માંગ ઉઠી છે કોઈનો જીવ ન જાય તેની તકેદારી રાખે કોઈ દંપતીનો જીવ જશે તેની જવાબદારી સાધલી ગ્રામ પંચાયત લેશે ખરી?

Most Popular

To Top