Madhya Gujarat

સાત ફૂટની લંબાઈ ધરાવતા અજગરે ફફડાટ ફેલાવ્યો…..


*હાલોલ તાલુકાના ગોકુળપૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું

હાલોલ તાલુકાના ગોકુલપૂરા ગામેથી એક વિશાળકાય અજગરનું રેસ્કયું કરી જંગલમાં છોડવામાં આવ્યો હતો.
હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારી તેમજ પંથકમાં સરીસૃપ, અન્ય પશુ પક્ષીઓ સહિતના તમામ જાનવરોનાં રેસ્ક્યુની કામગીરી કરતી જીવદયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા જયેશ કોટવાળ અને વાય કે.પટેલને માહિતી મળી હતી કે હાલોલ તાલુકામાં વિરાસત વન નજીક ગોકુળપુરા ગામે એક વિશાળ લંબાઈ ધરાવતો ખૂંખાર અજગર આવી ચઢેલો છે અને ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં આમતેમ બિન્દાસ વિહરતો ગ્રામજનોને જોવા મળેલો છે. જેને લઇને ગોકળપુરા ગામે રહેતા લોકોમાં ભારે ફાફડાટ સાથે ભયની લાગણી વ્યાપી જવા પામી છે. માહિતી મળતા જયેશ કોટવાળ અને વાય.કે.પટેલ તાબડતોડ ગોકળપુરા ગામે દોડી આવ્યા હતા. તેમણે ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં છુપાઈ ગયેલા અજગરને ઝડપી પાડવા માટેનું જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બંન્ને કર્મચારીઓ દ્વારા અજગરને ઝડપવાની કામગીરી કરવા હાથ ધરાયેલ દિલધડક રેસ્કયું ઑપરેશન જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા. ભારે જહેમત બાદ જયેશ કોટવાલ અને વાય.કે.પટેલ દ્વારા અંદાજે સાત ફૂટ જેટલી વિશાળ લંબાઈ ધરાવતા અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. જેને લઇને ગોકળપુરા ગામે અજગરના ભયથી થર થર કાંપતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લઈ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે ઝડપાયેલા અજગરને હાલોલ વન વિભાગને જાણકારી આપ્યા બાદ બાદ સહી સલામત પાવાગઢના ગાઢ જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

Most Popular

To Top