*શહેરના વાતાવરણમાં અચાનક પલટો, ગરબા ખેલૈયાઓ તથા આયોજકો ચિંતામાં
*સાતમા નોરતે જાણે મેઘરાજા માં શક્તિની આરાધના માટે પધાર્યા હોય તેવું જણાયું*
*પવન, વીજળીના ચમકારા વચ્ચે વરસાદ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
નવરાત્રીના સાતમા નોરતે વડોદરાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને રાત્રે સાડા દસની આસપાસ પવન, વીજળીના ચમકારા સાથે હળવા વરસાદી ઝાપટાં શરૂ થઇ ગયા હતા. જેના કારણે ગરબા ખેલૈયાઓ તથા ગરબા આયોજકો મૂંઝવણમાં મૂકાયા હતા. કેટલાક સ્થળોએ વરસાદી માહોલ વચ્ચે પણ ગરબા ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત જોવા મળ્યો હતો તો કેટલાક નાના ગરબાઓ બંધ કરી દેવાયા હતા. ઘણાએ વાતાવરણ જોઇને ગરબા રમવા જવાનું ટાળ્યું હતું. આજે જાણે મેઘરાજા પણ માં શક્તિની આરાધના કરવા માંગતા હોય તેમ જણાયું હતું. ગરબા આયોજકોને મેદાનો ની ચિંતા સતાવી હતી.નાના બાળકોએ ગરબાની મોજ લીધી હતી. રાવપુરામાં શેરી ગરબામાં છત્રી લઈને માતાજીની પ્રતિમાની રક્ષા કરવામાં આવી હતી.
બંગાળના અખાત પર સિસ્ટમ્સ સક્રિય બનતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગુરુવારે અને શુક્રવારે પણ વરસાદની આગાહી છે.
સાતમા નોરતે વડોદરામાં મેઘરાજા ગરબે રમવા પધાર્યા
By
Posted on