જામ્બુવાથી કરજણ હાઈ વે પર સેંકડો ખાડાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો
સાંસદની રજુઆત બાદ હાઈવેનું તંત્ર દોડતું થયું
વડોદરા: રાજ્યમાં જામી ગયેલા ભરપૂર ચોમાસાં ના કારણે ધોધમાર વરસાદે હાઈવે પર રોડ ધોઈ નાખતા ઠેક ઠેકાણે ખાડા પડી જતા પસાર થતા વાહનના કારણે ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળે છે. તેમાં પણ વડોદરા થી કરજણ બામણગામ સુધી હાઈવે તદ્દન ધોવાઈ ગયો છે. જેના કારણે વાહનોની અનેક કિલોમીટર લાંબી લાઈનો લાગી જતા ટ્રાફિક જામ થઈ જાય છે. રોજની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવતા સાંસદે સરકારી તંત્રને રજૂઆતો કરવી પડી છે. સાંસદ ડો. હેમાંગ જોશીની રજૂઆત બાદ હાઈવેનું તંત્ર દોડતું થયું હતું અને હંગામી ધોરણે ખાડા પૂર્યા હતા. . સંસદ સભ્ય ડો હેમાંગ જોશીએ બિસ્માર બની ચુકેલા હાઈવે અંગે જાણકારી આપી હતી કે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાતચીત કરી છે. ચાલુ વરસાદમાં રૉડ રીપેરીંગની શક્યતા નહિવત છે. થોડો સમય વરસાદ બંધ રહે તો તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવશે. ટ્રાફિક અંગે તેઓએ પોલીસ કમિશનર સાથે પણ વિસ્તૃત ચર્ચા કરી અને કાયમી ઉકેલ લાવવા જણાવ્યું હતું.