તને સંતાન થતા ન હોય આપણે સંબંધ રાખવા પડશે તેમ કહી સસરાએ પુત્રવધૂ સાથે જાતીય વ્યવહારની માગણી કરી
પુત્રવધૂને રૂમમાં ખેંચી જઇને બળજબરી કરતા પરીણીતાએ ચુંગાલમાં છુટી બહાર આવી અભયમને ફોન કર્યો
પ્રતિનિધિ વડોદરા તા.24
વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી પરીણિતા ઘરમાં એકલી હોય તેમની એકલતાનો લાભ લઇને સસરાએ શારીરિક છેડછાડ કરી હતી. ત્યારબાદ પુત્રવધૂને તને સંતાનથી જેથી આપણે સંબંધ રાખવો પડશે તેમ કહી રૂમમાં ખેંચી જઇને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુત્રવધૂ સસરાના ચુંગાલમાંથી ભાગી છુટી હતી અનેઅભયમનો મદદ માગી હતી. ત્યારે અભયમે તાલુકા પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ પાસે સસરા વિરુદ્વ ફરિયાદ કરાવી છે.
વડોદરા શહેરી વિસ્તારમા રહેતી પરીણીતાના લગ્નને સાત વર્ષીય થયા હતા. પરંતુ આ સાત વર્ષના લગ્નજીવન દરમિયાન પણ તેમને કોઈ સંતાન પ્રાપ્ત થયુ ન હતુ. તેમના ઘરમાં પુત્ર, પુત્રવધૂ અને સાસુ તેમજ સસરા ચાર લોકોનો પરિવાર છે. દરમિયાન સસરા અવારનવાર મોકો મળતા પુત્રવધૂના શારીરિક અડપલા કરતા હતા. જેની જાણ પરીણીતાએ પોતાના પતિ તથા સાસુને કરી હતી. પરંતુ કોઇ તેના પર ધ્યાન આપ્યું ન હતું. દરમિયાન પતિ નોકરી પર ગયા હતાં અને સાસુ બહાર પણ કામ અર્થે ગયા હતા. તે દરમિયાન સાંજના સમયે પુત્રવધૂની એકલતાનો લાભ લઇને લઇ સસરાએ પુત્રવધૂ સાથે જાતિય વ્યવહારની માંગણી કરી રૂમમાં ખેંચીને ગયાં હતાં અને કહ્યું હતું કે તારે કોઈ સંતાન નથી, જેના કારણે આપણે સંબંધ રાખવો પડશે. જેથી પુત્રવધૂ ગભરાઇ ગઇ હતી અને સમયસૂચકતા વાપરીને સસરાની ચુંગાલમાંથી છુટીને બહાર નિકળી ગઈ હતી. ત્યારબાદ પિયર પક્ષના લોકોને ફોન કરીને તમામ હકીકત જણાવી હતી. ત્યારબાદ અભયમને ફોન કરી મદદ કરવા કહેતા અભયમની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઇ હતી અને સસરાની આ હરક્ત કરવા બદલ પૂછપરછ કરતા તેઓએ પુત્રવધૂ સાથે આવું કૃત્યું કર્યુ નથી એમ કહી કોઈ ભુલ સ્વીકારતા ન હતાં. જેથી તાલુકા પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ દ્વારા સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે પરીણિતાના ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.