Vadodara

સલાટવાડામાં મકાનમાંથી ધુમાડા નીકળતા ફાયર બ્રિગેડ પહોચી..

ઘરમાં રહેતી વૃદ્ધ મહિલાના મજૂરોએ કચરો બાળયો હતો જેના કારણે ધુમાડા થી વિસ્તારમાં અફરા તફરી મચી હતી..

વડોદરા શહેરના સલાટ વાળા વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલની બાજુમાં એક મકાનમાંથી ધુમાડો નીકાળતા ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.
વડોદરા શહેરના સલાટ વાળા વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલની બાજુમાં આવેલા એક મકાનમાંથી ધુમાડા બહાર નીકળી રહ્યા હતા તે બાબતનો કોલ ફાયર બ્રેગેટને મળતા ફાયર બ્રેગેટ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ મકાન સુધી માર્ગ નહીં મળતા સીડી થી અંદર પહોંચી પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘરમાં હાજર એક વૃદ્ધાએ પોતાના મજૂરોએ કાગળ સળગાવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી ફાયર બ્રિગેડની ટીમને પણ હાશકારો થયો હતો.

આ બાબતે ફાયર બ્રિગેડના જવાને વધુમાં જણાવ્યું હતું કંટ્રોલ રૂમમાંથી કોલ મળેલ કે નાયક હોસ્પિટલ બાજુમાંથી એક બંધ મકાનમાંથી ખૂબ જ ધુમાડો નીકળે છે અમે સ્થળ પર પહોંચીને જોયું અંદર જવાનો કોઈ રસ્તો ન જણાતા અમે લોકોએ સીડી લગાવી અને ઉપર ચડી આગ ઓલવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અમે મકાનની અંદર બારીમાંથી કૂદીને પ્રવેશ્યા ત્યારે ખૂબ ધુમાડાના કારણે અમારાથી શ્વાસ પણ લેવાતો ન હતો ત્યારે એક વૃદ્ધા મહિલા રૂમમાંથી બહાર આવી જણાવેલું કે અમારા મજૂરોએ કાગળ સળગાવેલા એનો આ ધુમાડો છે કોઈ આગ લાગી નથી ત્યારે અમારા તરફથી કહેવામાં વૃદ્ધ મહિલાના કહ્યું હતું આવું ના કરો તેના કારણથી વિસ્તારમાં અફરા તફરી થઈ જાય છે ત્યારે એ વૃદ્ધ મહિલાએ અમને જણાવ્યું હતું અમે આગ ઓલવી નાખી છે તમે પાછા જઈ શકો છો આ વાત વિસ્તારના લોકોને જાણ થતા વિસ્તારના લોકોને હાથકારો થયો હતો.

Most Popular

To Top