Vadodara

સરહદી સંકટને કારણે રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા કેવડિયાનો કાર્યક્રમ છોડી પાછા ફર્યા


ઓપરેશન સિંદૂર પછી વધેલા સંકટને કારણે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ગુજરાતના કાર્યક્રમો છોડી વડોદરા એરપોર્ટથી રાજસ્થાન જવા રવાના થયા

વડોદરા: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા હતા. જો કે, પહેલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના મોતનો બદલો લેવા ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યા બાદ સરહદ પર સંકટની સ્થિતિ ઊભી થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તાબડતોબ કાર્યક્રમ છોડી દીધો છે અને રાજસ્થાન જવા માટે વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા હતા.


ભારતે દેશભક્તિ અને સરહદી સુરક્ષાના હેતુથી ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ ઓપરેશન પછી સરહદ પર સંકટની સ્થિતિ બની છે. રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે, જે સરહદ પર આવેલું છે અને જેની સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી છે.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા સરહદી સંકટની સ્થિતિમાં રાજ્યમાં રહીને આગવી જવાબદારી સંભાળવા તાબડતોબ રાજસ્થાન પાછા ફર્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સરહદ પરના સંકટને કારણે ગુજરાતમાં ચાલતા કાર્યક્રમો છોડી તાબડતોબ રાજસ્થાન જવા નિકળી પડ્યા છે. સરહદ પર સંકટકારક સ્થિતિને કારણે મુખ્યમંત્રીએ પોતાના રાજ્યની સુરક્ષા અને વહીવટી જવાબદારીને ધ્યાનમાં રાખી આ પગલું લીધું છે.

Most Popular

To Top