
શહેરના સરદાર માર્કેટના વેપારીઓને દુકાન ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બીજી વખત નોટિસ ફટકારવામાં આવી છે જેના પગલે વેપારીઓ પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા.શહેરના કેવડા બાગ સામે આવેલ સરદાર માર્કેટ વ્યવસ્થામાં છે અગાઉ મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને આપ માર્કેટ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં વેપારીઓએ ખાલી કર્યું નહોતું ત્યારે સોમવારે બીજી વખત નોટિસ આપવામાં આવી છે જેના પગલે વેપારીઓ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા. પાલિકા દ્વારા જર્જરી ઇમારત તોડી પાડી તેના સ્થાને અન્ય આયોજન નક્કી કરવામાં આવ્યું છે પરંતુ વેપારીઓની માંગ છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન કરવામાં આવે ત્યાં સુધી અહીંના વેપારીઓને ક્યાંય ખસેડવામાં ન આવે. અહીં વેપારીઓ વર્ષોથી પોતાનો વ્યાપાર ધંધા કરી રહ્યા છે ત્યારે અચાનક જો તેઓને ખાલી કરાવવામાં આવે તો તેઓને મોટાપાયે નુકસાન થાય તેમ છે. આ અંગે વેપારીઓ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી
