Vadodara

સરદાર ભુવનના ખાંચામાં વેપારીઓનો સિલ મારવાની કાર્યવાહી સામે વિરોધ, ધરણાં પર બેઠા

રસ્તા પરના ધારણાને કારણે ટ્રાફિક અવરોધાયો

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી રહી છે અને જ્યાં સુવિધાનો અભાવ જોવા મળે છે કે ખામી જોવા મળે છે, ત્યાં મોલ હોય કે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય , રહેણાક વિસ્તાર હોય કે દુકાનો હોય ત્યાં સીલ મારવાની કામગીરીથી નારાજ વેપારીઓ દ્વારા સરદાર ભુવનના ખાચા માં ધારણા કરાયા હતા.
રાજકોટ અગ્નિ કાંડ પછી સમગ્ર ગુજરાત સહિત વડોદરાનું તંત્ર પણ જાગ્યું અને આખાય વડોદરા માં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરી છે અને પાલિકાની ફાયર ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જે તે વિસ્તાર માં જ્યા ફાયર સેફ્ટી નથી તેવી દુકાનો,મોલ, ટ્યુશન ક્લાસ, વગેરે જગ્યા એ સિલ મારી દે છે.ત્યારે ગઈ કાલે શહેર ના માંજલપુર વિસ્તાર માં ૯૦% જેટલી દુકાનો અને ટ્યુશન ક્લાસ ને સિલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે શહેર ના ગીચ અને પાર્કિંગ બાબતે એક વૃદ્ધ પર હુમલો થયો અને વૃદ્ધનું મોત નિપજ્યું હતું એવા સરદાર ભુવનના ખાંચામાં પાલિકા એ ફાયર સેફ્ટી બાબત ન પોલીસ કાફલા સાથે તપાસ હાથ ધરાઇ હતી. જ્યાં મોટી સંખ્યામાં ફાયર સેફ્ટી અને NOC ના હોવા ના કારણે દુકાનોને સિલ માર્યા હતા. પરંતુ પાલિકા lના આ વલણથી વેપારીઓ માં રોષ જોવા મળ્યો હતો.અને પાલિકા વિરૂદ્ધ વેપારીઓ ધારણા પર બેઠા હતા. વેપારીઓનું કહેવું છે કે અમે તમામ જરૂરી NOC અને ફાયર સેફ્ટી તમામ કાયદા ને માનવા તૈયાર છીએ. તમામ વ્યવસ્થા પણ કરીશું . તમે આવી ને સિલ મારી દો છો એ યોગ્ય નથી. તમે અમને દસ થી પંદર દિવસનો સમય આપો. અમે જરૂરિયાતના તમામ સાધનો અને NOC ની વ્યવસ્થા કરી લઈશું.
સરદાર ભુવન ના ખાચામાં માં વેપારીઓ દ્વારા ધરણાં કરતા વર જવર નો રસ્તો બંધ થઈ જતાં ટ્રાફિક જામ ના દ્ર્શ્યો સર્જાયા હતા. ત્યાં કારેલીબાગ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને પોલીસના અધિકારીએ વેપારીઓ ને સમજાવતા વેપારીઓએ રોડ પરથી ધરણાં નો કાર્યક્રમ બંધ કરી રોડ ખુલ્લો કર્યો હતો.

Most Popular

To Top