Charotar

સરદાર પટેલ યુનિવર્સિટીના 3 પ્રોફેસર વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોમાં સામેલ

અમેરિકાની સ્ટેનફોર્ડ-એલસેવિયર દ્વારા 2 ટકા વૈજ્ઞાનિકોમાં સામેલ થયા

(પ્રતિનિધિ) આણંદ તા.22

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરે વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકમાં સામેલ કરવામાં આવ્યાં છે. અમેરિકાની સ્ટેનફોર્ડ – એલસેવિયર દ્વારા સંશોધકોના નોંધપાત્ર યોગદાનની સાથે આ સન્માન આપવામાં આવ્યું છે.

પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને નેધરલેન્ડ એકેડેમિક પબ્લિશિંગ કંપની, એલસેવિયરના સહયોગથી દર વર્ષે વૈશ્વિક સ્તરે સૌથી પ્રભાવશાળી સંશોધકોની યાદી બહાર પાડવામાં આવે છે. જેમાં આ એવોર્ડ વૈશ્વિક મંચ પર સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ત્રણ પ્રતિષ્ઠિત પ્રોફેસરને પ્રાપ્ત થયો છે. જેમાં પ્રો. ડો. પી.એન. દવે, કેમિસ્ટ્રી વિભાગ, પ્રો.ડો. સુનિલ ચાકી અને પ્રો.ડો.અરુણ આનંદ ભૌતિકશાસ્ત્ર વિભાગને વિશ્વભરના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોમાં સંમીલિત કરવામાં આવ્યા છે. આ ત્રણ સંશોધકોના નોંધપાત્ર યોગદાનની સાથે આ સમાવેશ અને સન્માન યુનિવર્સિટી માટે એક મોટી સિદ્ધિ છે, તથા સંશોધન અને નવીનતામાં શ્રેષ્ઠતા માટે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને મજબુતી આપી યુનિવર્સિટીના પ્રયાસને રેખાંકિત કરે છે.

વૈશ્વિક શૈક્ષણિક સમુદાયમાં સ્ટેનફોર્ડ-એલ્સેવિયર વાર્ષિક રેન્કિંગ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. અને વૈજ્ઞાનિકોને તેમના સંશોધન, અવતરણ અનુક્રમણિકા અને અન્ય મુખ્ય શૈક્ષણિક મેટ્રિક્સની ગુણના આધારે નિર્ધારીત થાય છે. આ રેન્કિંગ વિવિધ શાખાઓના  વૈજ્ઞાનિકોનું મૂલ્યાંકન કરી, અને તેમનો દરજ્જો તેમની કારકિર્દી, સંશોધન, યોગદાન તેમજ તાજેતરની સફળતાઓને પ્રતિબિંબિત કરે છે.

Most Popular

To Top