Vadodara

સરકારના વિવિધ વિભાગોમાં કલાસ-3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત

5 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.4

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કલાસ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5,370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 5 ફેબ્રુઆઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે.

ગ્રુપ-A હેઠળ કુલ 2,365 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-B માટે 3,005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવારોને OJAS પોર્ટલ (https://ojas.gujarat.gov.in) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા તા. 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને તા. 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આધારે લેવામાં આવશે. ભરતીને લઈને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ તથા અન્ય વિગતવાર માહિતી માટે ઉમેદવારોને GSSSBની અધિકૃત વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર જાહેરાત વાંચવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં થતી ભરતીપ્રક્રિયાને ઝડપી બનાવવા અને એક વર્ષની મર્યાદામાં જ પૂર્ણ કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચે તેના છઠ્ઠા અહેવાલમાં ભલામણ કરી છે. પંચ દ્વારા ભરતીપ્રક્રિયાને સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે અલગ અલગ નવ ભલામણ કરવામાં આવી છે. પંચ દ્વારા આજે મુખ્યમંત્રીને આ અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top