કેચ ધ રેઈન તેમજ જળસંચય જનભાગીદારી અંગે લોક જાગૃતિ માટે જળસંચય પ્રદર્શન પણ યોજાશે
વડોદરા:નર્સિંગ એસોસિએશન વિદ્યાર્થી પાંખના એડવાઈઝર શ્રી કમલેશ પરમાર દ્વારા છેલ્લા બે દાયકાથી વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિવિધ ક્ષેત્રની સફાઈ કામદાર બહેનો, નર્સિંગ સ્ટાફ બહેનો, રિક્ષા ડ્રાઈવર બહેનો, મહિલા તબીબોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ વડોદરા શહેરના મેયર તેમજ પારૂલ યુનિવર્સિટીના નિકીતા પટેલ, તબીબી અધિક્ષક, પોલીસ અધિકારીઓ તેમજ મહાનુભાવોના હસ્તે તા.૧૦મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે નર્સિંગ, શિક્ષણ ક્ષેત્ર, તબીબી ક્ષેત્ર તેમજ સફાઈ અને સ્વચ્છતા ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓનું સન્માન કરાશે.
આ પ્રસંગે જલશક્તિ મંત્રાલય પ્રેરિત જળ સંરક્ષણના ઉદ્દેશથી કેચ ધ રેઈન તેમજ જળસંચય જનભાગીદારી અંગે લોક જાગૃતિ માટે જળસંચય પ્રદર્શન પણ યોજાશે.
-૦૦૦-
