કર્મચારીઓ દ્વારા ડોક્ટર વિરુદ્ધ આર.એમ.ઓ.ને રજૂઆત કરવામાં આવી
સયાજી હોસ્પીટલમાં અસુવિધાઓનો ભરમાર તો જોવા મળી જ રહ્યો છે પરંતુ અહિયાં કામ કરતા કર્મીઓ સુરક્ષિત ન હોવાનું જોવા મળી રહ્યું છે. ગત બપોર દરમ્યાન ફરજ પર હાજર મહિલા કર્મચારીને નર્સે કામ અર્થે મેડીકલ કીટ લેવા મોકલતા ફરજ પરના મહિલા ડોક્ટર દ્વારા જાતિ વિષયક શબ્દ બોલીને ઢોરમાર માર્યો હતો. જેથી કર્મચારીઓ દ્વારા ડોક્ટર વિરુદ્ધ આર.એમ.ઓ.ને રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા 15 વર્ષથી સયાજી હોસ્પિટલમાં વોર્ડ 10 Aમાં રમીલાબેન અશોકભાઈ સોલંકી ફરજ બજાવે છે તેઓએ આરએમઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગત રોજ સવારે 10:30 વાગે ત્યાં જ ફરજ બજાવતા હતા. તે દરમ્યાન અન્ય નર્સ દ્વારા કામ અર્થે 10 બી માંથી મેડિકલ કીટ લાવવાનું જણાવવામાં આવતા હું ત્યાં મેડિકલ કીટ લેવા માટે ગઈ હતી તે દરમિયાન ત્યાં બેઠેલા ડોક્ટર રુચા અહીંયા તું કેમ આવી તુ કીટ ચોરી કરવા માટે આવી છે તેવા આક્ષેપ લગાવીને તેમજ જાતિવાચક શબ્દો ઉચ્ચારીને ઢોર માર માર્યો હતો. માર મારતા ફરજ પર અન્ય કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને મામલો થાળી પાડ્યો હતો જાતિવાચક શબ્દ બોલીને તેમજ વાળ પકડીને માર મારતા આજે અમે તમામ કર્મચારીઓ આરએમઓ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમને જાણવા મળ્યું છે કે આ ડોક્ટર ઋચા માનસિક રીતે અસવસ્થ છે જેથી આજે અમારા કર્મચારીને માર માર્યો છે પરંતુ માનસિક અસવસ્થતાના લીધે કોઈ ગરીબ દર્દી પણ આ ડોક્ટરનો ભોગ બને તેવી સંભાવના છે માટે તાત્કાલિક તેમના વિરુદ્ધ એક્શન લેવાય અને અમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.