Vadodara

સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં સડેલા શાકભાજી, ફૂગ વાળી ચટણી મળી

કોર્પોરેટર જાગૃતિ કાકા પણ તપાસમાં જોડાયા

મધ્ય ગુજરાતના સૌથી મોટા સયાજી હોસ્પિટલમાં વિવિધ વિભાગ પાસે કેન્ટીન ચાલતી હોય છે. ત્યારે તાત્કાલિક વિભાગની પાછળના ભાગે કામકાજ ચાલતું હોવાથી થોડા દિવસ પહેલા જ તાત્કાલિક વિભાગની બાજુમાં નવી કેન્ટીન શરૂ કરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓના સગા જમવા માટે જતા હોય છે. ત્યારે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. ગંદકી ની સાથે સડેલી ખાવાની વસ્તુઓ જોવા મળી હતી.

મધ્ય ગુજરાતી સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં શહેર જિલ્લા ની સાથે આસપાસના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હોય છે. ત્યારે બહારથી આવતા લોકો પોતાના સ્વજનની સારવાર કરવાની સાથે તેઓ પોતે પણ તેમના સ્વજનની કાળજી માટે અહીંયા રોકાતા હોય છે . ત્યારે તેઓ સવાર સાંજ કેન્ટિંનમાં બનેલું ભોજન આરોગતા હોય છે. મોટી સંખ્યામાં લોકો 24 કલાક ત્યાંથી નાની મોટી વસ્તુઓ આરોગતા જોવા મળતા હોય છે. ત્યારે ગત 15 દિવસ અગાઉ પણ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. પરંતુ હજી કેન્ટીન શરૂ જ થઈ હોવાના કારણે તેઓ ચેતવણી આપીને તેમજ મહત્વના સૂચનો આપીને જતા રહ્યા હતા . ત્યારે ફરી એકવાર આજે તેઓએ દરોડો પાડતા ત્યાંથી ખુલ્લી ખાંડ જેમાં જીવડા ફરતા જોવા મળ્યા હતા. સાથે જ સળેલા ટામેટા સહિતના શાકભાજી પણ જોવા મળ્યા હતા જ્યારે ચટણીમાં પણ ફૂગ આવી ગયેલી જોવા મળી હતી .જ્યારે ત્યાં કામ કરતા લોકો પણ હેન્ડ ગલવ્ઝ અને કેપ વિના જોવા મળ્યા હતા. જોકે હોસ્પિટલની કેન્ટીનમાં અગાઉ પણ સડેલા શાકભાજી સહિતની વસ્તુઓ જોવા મળી હતી સાથે જ ત્યાં દર્દીઓને મળતા ભોજન દરમિયાન એક કૂતરું તે ભોજનમાં થી રોટલી લઈ જતા પણ જોવા મળ્યું હતું ત્યારે ફરી એકવાર દર્દીઓના સગા માટે ચાલતી કેન્ટીન ની બેદરકારી પણ સામે આવી છે. આ દરોડા સમયે કોર્પોરેટર જાગૃતિ કાકા પણ હાજર હતા અને તેઓએ પણ સૂચના આપી હતી કે જ્યાં માખી મચ્છર દેખાય તેમજ ગંદકી જોવા મળે તેમ જ જે કોઈ વ્યક્તિ આરોગ્ય વિભાગની સૂચના નું પાલન ન કરતું જણાય ત્યાં ભોજન લેવાનું ટાળવું જોઈએ તેમ તેઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top