મહિલાના છૂટાછેડા બાદ પણ લગ્ન નહી કરતા ડોક્ટર સામે પોલીસ ફરિયાદ
વડોદરા: વડોદરા શહેરના આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં મનોચિકિત્સક સિનિયર ડોક્ટર મહિલા તબીબને લગ્ન કરવાની લાલચ આપીને છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનમાં રહેતા હતા. આ સમયગાળા દરમિયાન ડોક્ટરે મહિલા તબીબ સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે આ સિનિયર ડોક્ટરે લગ્ન કરવાની ના પાડી દેતા મહિલા તબીબે ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર સામે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા મેડિકલ જગતમાં ચકચાર મચી ગઈ છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં 54 વર્ષીય સિનિયર તબીબ ડોક્ટર ચિરાગ બારોટ પરિણીત છે. તેઓ ઘણા સમયથી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે. ઉપરાંત તેઓ મેડિકલના વિદ્યાર્થીઓને લેકચર પણ આપતા હોય છે. વર્ષ 2008માં ચિરાગ બારોટ સાથે પીડિત મહિલા તબીબ સંપર્કમાં આવી હતી. ત્યારે બન્ને તબીબોએ એકબીજાના મોબાઇલ નંબરની આપ લે કરી હતી. તબીબ મહિલાના સંપર્કમાં આવ્યા બાદ બન્ને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જેથી સિનિયર તબીબે આ મહિલા તબીબ સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા. ડોક્ટર સાથેની નિકટતા વધવાના કારણે તથા સિનિયર તબિબે મહિલાને લગ્ન કરવાની લાલચ આપતા હોય પીડિત મહિલા તબીબે 2010માં તેમના પતિ સાથે છુટ્ટાછેડા લીધા હતા. ડો.ચિરાગ બારોટ અને પીડિતા વચ્ચે પતિ પત્ની જેવા સંબંધો બંધાઈ ગયા હતા. જેથી જ્યારે ચિરાગ બારોટ મહિલા તબિબને મળતા હતા ત્યારે તેમની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. તબીબ પોતે પરિણિત હોવા છતા પોતાની પત્નીને છુટ્ટાછેડા આપી પીડિતાને લગ્ન કરવાના વાયદા કરતા હોય મહિલાને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો. વર્ષ 2008થી ડો.ચિરાગ બારોટ પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શારીરીક સંબંધ બાંધતો હતો. મહિલા તબીબ જ્યારે લગ્નની વાત કરતી હતી ત્યારે ડોક્ટર ચિરાગ બારોટ તેને અનદેખા કરી ખોટા વાયદા લગ્ન કરવા માટેના આપતો હતો. જેથી મહિલાએ આખરે તબીબના શારીરીક સબંધ રાખવા દેવાની માંગણીથી કંટાળી આખરે પીડિત મહિલા તબીબે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરીયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે સિનિયર ડોક્ટર ચિરાગ બારોટ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.