Vadodara

સયાજી હોસ્પિટલના ઇએનટી ડિપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ

વડોદરા

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં સવારે 7:00 વાગે અચાનક જ શોર્ટ સર્કિટના કારણે ઈ એન ટી ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા. જ્યારે ત્યાં સારવાર મેળવી રહેલા લોકો ને પણ અન્ય જગ્યાએ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા.

સયાજી હોસ્પિટલના ઇએનટી ડિપાર્ટમેન્ટમાં આવેલા ઓપરેશન થિયેટરમાં અચાનક જ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જોકે 24 કલાક હાજર હોસ્પિટલની ફાયર ટીમે આગ ઓલવી દીધી હતી. પરંતુ વધારે પડતા ધુમાડા ના કારણે ફાયર ટીમને પણ આ બનાવ અંગે જાણ કરાઇ હતી. જેથી વીએમસીની ફાયર ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બંને ટીમે ભેગા મળીને ઘટનાને કાબુ કરી હતી. સદભાગ્યે કોઈ પણ પ્રકારની હાની થઈ ન હોવાથી લોકોમાં રાહત જોવા મળી હતી. સાથે જ ત્યાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ તાત્કાલિક ધોરણે અન્ય સ્થળે ખસેડવાની કામગીરી કરી દેવામાં આવી હતી. જેથી કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય .આમ હોસ્પિટલની ફાયર ટીમે તાત્કાલિક ધોરણે આગ બુઝાવી દેતા રાહત જોવા મળી હતી.

Most Popular

To Top