Vadodara

સયાજી હોટેલના ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા વિશ્વામિત્રી નદી બની દૂષિત

વડોદરા મનપાની મિલીભગતના કારણે વિશ્વામિત્રી નદી દૂષિત થઈ છે. અનેક વાર વિવાદમાં આવેલી નદી કાંઠે બનેલી સયાજી હોટેલ ડ્રેનેજનાં ગંદા પાણી નદીમાં ઠલવાયા હોવાનો વિડિયો સામે આવ્યો છે. આજે જ્યારે વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની વસ્તી ગણતરી કરવા માટે અધિકારીઓ અને એનજીઓના લોકો નદીનાં પટ પર મગરોની વસ્તી ગણતરી કરવા પોહચ્યાં ત્યારે સયાજી હોટેલની અંદરથી ગંદુ ડ્રેનેજનું પાણી છોડાતા હોવાના દ્ર્શ્ય સામે આવ્યા હતા.

એક તરફ રાજ્ય સરકાર વિશ્વામિત્રી નદીના પૂરની સમસ્યાથી લોકોને રાહત આપવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ને સૂચનાઓ આપવામાં આવી છે જે ને પગલે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. ત્યારે વિશ્વામિત્રી નદીને અડીને જ બનેલી સયાજી હોટલનું ડ્રેનેજનું પાણી ખુલ્લેઆમ વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યુ છે.
આજે જ્યારે મગરોની વસતી ગણતરી ચાલી રહી હતી ત્યારે
નદી ને સયાજી હોટેલ દ્વારા દુષિત કરવા ના દ્રશ્યો નજરે પડ્યા હતા. આ દ્ર્શ્યો જોઈ ને વિશ્વામિત્રી નદીને દૂષિત કરનાર ગુનેગાર સયાજી હોટલ સામે કડક કાર્યવાહી કરી હોટેલ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવાવા જોઈએ?


શહેરમાં ત્રણ વખત પૂર આવ્યા બાદ સફાળે જાગેલું પાલિકા તંત્ર વેપારી કે સામાન્ય વ્યક્તિ ગંદકી કરનાર સામે દંડ ફટકારી શહેરને સ્વચ્છ રાખવા માટેની ઝુંબેશ હાથ ધરી છે અને તેજમેશને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તો શું વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચો કરી તેને શુદ્ધ બનાવવા માટેની કાર્યવાહી વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી હોય ત્યારે વિશ્વામિત્રી નદી કાંઠે આવેલી સયાજી હોટલ નો દોષિત ગંદુ અને ટ્રેનીઝનું પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવતું નજરે પડ્યું છે. ત્યારે સવાલ એ થાય છે પાલિકા તંત્ર દ્વારા સયાજી હોટલ પર કાર્યવાહી થશે? દંડની આ કાર્યવાહી થશે કે ભીનું સંકેલાઈ જશે? આવા અનેક સવાલો નાગરિકોમાં ઊભા થયા છે.

Most Popular

To Top