Business

સયાજી માર્કેટ પાસે ફાયર એન.ઓ.સી.વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત બે વિરુદ્ધ કાર્યવાહી

ગત તા.20 માર્ચના રોજ જગદીશ ફરસાણના પાર્કિગમાં લોખંડનો શેડ ખોલતા દરમિયાન તણખાં થી આગ લાગી હતી

દુકાનની પાછળ ખુલ્લામાં સેફ્ટી સાધનો વિના પ્લાસ્ટિકના દાણાના સ્ક્રેપમા આગ લાગી હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 02

ગત તા.20 માર્ચના રોજ સાંજે સાડા પાંચ કલાકે નેશનલ હાઇવે નં.48 પર આવેલા સયાજી માર્કેટ શ્રી વિષ્ણુ કો -ઓપ. હાઉસિંગ કોલોની લીમીટેડમા આવેલી દુકાનની ગેલેરીમા પ્લાસ્ટિકના દાણાના ખુલ્લા સ્ક્રેપમા આગ લાગતાં બાજની ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી જેને ફાયરબ્રિગેડની ટીમે કાબૂમાં લીધી હતી આ અંગેની કપૂરાઇ પોલીસે તપાસમાં ફાયર એન ઓ.સી.વિના ફટાકડા રાખનાર, ફાયર સેફ્ટીના સાધનો વિના ખુલ્લામાં પ્લાસ્ટિકના સ્ક્રેપ રાખનાર તથા શેડ ખોલવાની કામગીરી દરમિયાન બેકાળજી દાખવનાર ત્રણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં તથા શહેરના કેટલાક વિસ્તારોમાં આગજનીની ઘટનાઓ બનવા પામી રહી છે ત્યારે ગત તા.20 માર્ચ 2025 ના રોજ શહેરના આજવા બ્રિજ પાસે ને. હા. નં.48 પર આવેલા સયાજી માર્કેટ પાસે શી વિષ્ણુ કો -ઓ. હાઉસિંગ કોલોની લીમીટેડમા પ્લોટ નં.579/2 જેના પ્લોટ નં.545ની જગ્યામાં જગદીશ ફરસાણના પાર્કિગમાં બનેલા લોખંડના એગલથી બનેલા શેડ ખોલવાની કામગીરી કરોડિયારોડ બાજવાના નિઝામુદ્દીન શમશુદ્દીન શેખને જગદીશ ફરસાણવાળાએ આપેલી હોય માણસો શેડ ખોલવાની કામગીરી કરી રહ્યા હતાં તે દરમિયાન સાંજે સાડા પાંચ વાગ્યે લોખંડના એગલને કટિંગ કરતાં તણખાં ઉડ્યા હતા જે તણખાં ગિરિરાજ સોસાયટી,પાણીગેટના માલિક શફીકભાઇ સલીમભાઇ ધોબી ની દુકાન નંબર 553ના પાછળના ભાગે ખુલ્લામાં સેફ્ટી સાધનો વિના રાખેલા પ્લાસ્ટિકના દાણાના સ્ક્રેપ ઉપર પડતાં આગ લાગી હતી આ આગ આગળ વધતા શહેરના વારસિયા રીંગ રોડ ખાતે ચતુરભાઇ પાર્કમાં રહેતા વેપારી અશોક રૂપચંદ ખાનાની ની દુકાન નં.ઇ-557મા રાખવામાં આવેલા નાના મોટા ફટાકડામાં લાગી હતી જેની જાણ ફાયરબ્રિગેડ ને થતાં ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગમાં કોઇને જાનહાનિ કે ઇજા થઇ ન હતી.સમગ્ર બનાવ અંગેની તપાસમાં કપૂરાઇ પોલીસે બેદરકારી થી શેડ ખોલવાની કામગીરી કરનાર નિઝામુદ્દીન શેખ, સેફ્ટિના સાધનો વિના દુકાનના પાછળના ભાગે પ્લાસ્ટિકના દાણાનો સ્ક્રેપ રાખનાર દુકાન નં.553 ના વેપારી શફીકભાઇ ધોબી સાથે જ ફટાકડા રાખવાનું લાયસન્સ ન રાખનાર તેમજ ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એન ઓ સી વિના ફટાકડાનો જથ્થો રાખનાર દુકાન નં.552ના વેપારી અશોક રૂપચંદ ખનાની વિરુદ્ધ કપૂરાઇ પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top