Vadodara

સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ



વડોદરામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતી બાદ રોગચાળો વકર્યો


વડોદરા શહેરમાં વરસાદ પછીના 14 દિવસમાં કૉર્પોરેશનના ચોપડે નોંધાયેલા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, કોલેરા સહિતના કેસમા વધારો જોવા મળ્યો હતો. સિઝનમાં સૌથી વધુ સપ્ટેમ્બર માસમાં છેલ્લાં 14 દિવસોમાં ડેન્ગ્યુના 68 કેસ, ચિકનગુનિયાના 5 કેસ, મલેરિયાના 22 કેસ અને કોલેરાના 3 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના હજારો કેસ સામે આવી રહ્યાં છે.

વડોદરામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતી બાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. ત્યારે હાલમાં શહેરમાં જ્યા જુઓ ત્યા મચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયાના દર્દીઓ સામે આવી રહ્યાં છે. હાલમાં શહેરની સયાજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે.
વડોદરા શહેરમાંથી ડેન્ગ્યુના કેસો જે વિસ્તારમાંથી સામે આવ્યાં છે જેમાં ખાસ કરીને ગોત્રી, દંતેશ્વર, મકરપુરા, સુભાનપુરા, તરસાલી, કિશનવાડી, અકોટા, રામદેવનગર, યમુના મિલ, ફતેગંજ, ફતેપુરા, આદર્શનગર, શિયાબાગ, એકતાનગર, મુજમોહૂડા, દિવાળીપુરા, વારસિયા, માણેજા, તાંદલજા, વડસર, હરણી, બાપોદ, સમા, ગોરવા, પાણીગેટ, ગોકુલનગર જેવાં વિસ્તારોમા આવાં કેસો સામે આવ્યાં છે. જ્યારે મલેરિયાના પણ મોટાભાગના કેસો આ વિસ્તારોમાંથી સામે આવ્યા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારની સુચના મુજબ હાથ ધરવામાં આવી રહી છે. વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અતર્ગત તા. 15ના રોજ કરેલી કામગીરીના સંદર્ભમાં કુલ 101 ટીમ દ્વારા કુલ 174 વિસ્તારોની મુલાકાત લઈને 15,086 ઘરો તપાસીને 8,578 મકાનોમાં ફોગિંગ કરવામાં આવું છે. 28,807 પાત્રોની ટ્રીટમેન્ટ કરવામાં આવી. જ્યારે 1 કન્સ્ટ્રકશન સાઈટ ચકાસી છે. જેમાં આજ દિન સુધીમાં કુલ 294માં નોટિસ પાઠવી છે. તેમજ આજ રોજ સ્કૂલ- હોસ્ટેલમાં આજ દિન સુધીમાં કુલ 109 જેટલી સ્કૂલ-હોસ્ટેલમાં નોટિસ પાઠવી છે. આ ઉપરાંત કામગીરી દરમિયાન કુલ 2103 વાહક જન્ય રોગ ટકાયત અંગેની પત્રિકાની વહેંચણી કરવામાં આવી છે.

Most Popular

To Top