વડોદરા: શહેર નજીક આવેલા સયાજીપુરા ખાતે પટેલ ફળિયામાં મકાનમાં કામ કરતા સમયે યુવકને વીજ કરંટ લાગતા ત્વરિત સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
શહેર નજીક હનુમાનપુરા ખાતે આવેલી અલ્ટ્રામ મિક્સ કંપનીમાં ફરજ બજાવતા 24 વર્ષીય રાજેન્દ્રભાઈ નામના યુવકને સયાજીપુરા પટેલ ફળિયામાં મકાનમાં કામ કરતી વખતે અચાનક વીજ કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો જેથી તેઓ સ્થળ પર ઢળી પડ્યા હતા. બનાવને પગલે સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 મારફતે સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મરણ જાહેર કર્યા હતા બનાવને પગલે કપુરાઈ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.