(પ્રતિનિધિ) વડોદરા તા. 31
શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલગ અલગ સ્થળોએ જેમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.7 સામે સેવ ઉસળની લારી પાસેથી ઇન્ડેન ગેસનો સિલિન્ડર, સ્ટેશન રોડ પર આવેલા નટરાજ સિનેમા નજીક હોટલ પાસેથી એક ઇન્ડેન કંપનીનો ગેસ સિલિન્ડર તેમજ સ્ટેશન રોડ પર આવેલા હોટલ ગાર્ડન નીચે આવેલા રાધેશ્યામ ડીલક્ષ પાનની દુકાન પાસેથી ભરેલા ગેસ સિલિન્ડર ની ચોરી થતાં સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.7સામેના કરણ નાસ્તા હાઉસ પાસેથી ગેસ સિલિન્ડરની ચોરી
શહેરના જૂના છાણી રોડ નવાયાર્ડ લાલપુરા ખાતે રહેતા કરણ મુકેશભાઇ ગોહિલ પોતાના પરિવાર સાથે રહે છે અને સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.7 સામે કરણ નાસ્તા હાઉસ નામની સેવ ઉસળની લારી સવારે સાત થી બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી ચલાવે છે જેના માટે લારી પર સગડી તથા ઇન્ડેન કંપનીનો ગેસ સિલિન્ડર રાખે છે.ગત તા. 18 જાન્યુઆરીના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે લારી બંધ કરી લારીનો સામાન લારી નજીક મૂકી રિક્ષામાં બેસી હિસાબ કરતો હતો ત્યારબાદ પરત લારી પાસે આવતા 16 કિ.ગ્રા. વજનનો ગેસ સિલિન્ડર જેની આશરે કિંમત રૂ 2,500 જણાયો ન હતો જેથી આસપાસ તપાસ છતાં મળી ન આવતાં ગેસ સિલિન્ડર ચોરી અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
નટરાજ સિનેમા નજીક જયશ્રી મહાકાલ નામની હોટલ પાસેથી ગેસ સિલિન્ડર ચોરાયો
શહેરના પ્રતાપગંજ ઝૂંપડપટ્ટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની હેમંતભાઇ રમેશભાઇ પ્રજાપતિ પોતાના પત્ની સાથે રહે છે અને શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સ્ટેશન રોડ પર નટરાજ સિનેમા પાસે જયશ્રી મહાકાલ નામની હોટલ ચલાવે છે ગત તા.10 માર્ચના રોજ સવારે છ વાગ્યે રસોઈ તૈયાર કરી અગિયાર વાગ્યે ગ્રાહકો જમવા માટે આવતા હેમંતભાઇ તથા કામ કરતા કર્મચારીઓ દ્વારા ખાલી ઇન્ડેન કંપનીનો ગેસ સિલિન્ડર તથા બે ભરેલા બે ગેસ સિલિન્ડર પણ બાજુમાં મૂક્યા હતા જ્યારે ગ્રાહકો ઓછા થતા બે વાગ્યે બપોરે બહાર જોતાં ઇન્ડેન કંપનીનો ખાલી ગેસ સિલિન્ડર જેની આશરે કિંમત રૂ 3,000ની કિમતનો જણાયો ન હતો જેથી આસપાસ તપાસ કરવા છતાં મળી આવ્યો ન હતો જે અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેશનરોડ પર આવેલા રાધેશ્યામ ડીલક્ષ પાનની દુકાન પાસેથી ગેસના સિલિન્ડરની ચોરી
શહેરના સમા -સાવલીરોડ પર આવેલા સ્કાય એવન્યુ ખાતે પરિવાર સાથે રહેતા હિરેન દેવાયતભાઇ સોલંકી સયાજીગંજ વિસ્તારમાં સ્ટેશન રોડ પર હોટલ ગાર્ડન નીચે રાધેશ્યામ ડીલક્ષ પાન નામની છેલ્લા ચારેક માસથી દુકાન ચલાવે છે જેમાં ચ્હા -કોફી તેમજ પાન મસાલાનો વેપાર કરે છે.સવારે ચાર થી રાતના અગિયાર વાગ્યા સુધી દુકાન ચલાવે છે અને ગેસની સગડી તથા ઇન્ડેન કંપનીનો ગેસ સિલિન્ડર દુકાનમાં રાખે છે.ગત તા. 28 માર્ચના રોજ હિરેનભાઇ સાડા દસેક વાગ્યે દુકાનની સાફસૂફી કરવા ગેસ સિલિન્ડર, સગડી બહાર મૂક્યા હતા સફાઇ બાદ દુકાન બંધ કરવા પહેલાં સામાન અંદર મૂકવા જતાં ઇન્ડેન ગેસનો 19કિ.ગ્રા. વજનનો ભરેલો સિલિન્ડર જેની આશરે કિંમત રૂ.5,000 ની કિમતનો ચોરી થયાનું જણાયું હતું જે અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
