પ્રતિનિધિ વડોદરા તા.28
સયાજીગંજ વિસ્તારમાં ડેરીડેન સર્કલ પાસે રોડની સાઇડમાં પાર્ક કરેલી ટુ વ્હીલર ડીટેન કરતા યુવક સાથે ટ્રાફિક પોલીસની ઝીભાઝોળી થઇ હતી. જેથી યુવકે ડેરીડેન પાસે અન્ય વાહનો પણ પાર્ક કરેલા છે શુ તેમની પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાના કારણે તેમના વાહન ડીટેન કરતા નથી તેવો આક્ષેપ કર્યો છે.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ પર વાહનો પાર્ક કરતા વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી રહેતી હોય છે.ત્યારે ડેરીડેન સર્કલ પાસે આવેલી ચાની દુકાન પર યુવક અને તેના ભાઇ સહિતના લોકો ઉભા રહ્યાં હતા અને તેમનો ટુ વ્હીલર ત્યાં રોડની સાઇડમાં પાર્ક કર્યું હતું. જેથી એકાએક ટ્રાફિક પોલીસની ટોઇંગ વાન આવી પહોંચી હતી અને યુવકની ટુ વ્હીલર પર ડીટેન કરી વાન પર ચડાવતી હતી યુવકે ઉભા રહો તેમ કહેવા છતાં ટુ વ્હીલરની ખેંચાખેંચ કરી રહ્યાં હતા. જેથી યુવકની એક્ટિવાને પણ નુક્સાન પહોંચ્યું હતી. જેથી યુવકે ડેરીડેન સર્કલ પાસે અન્ય વાહનો પણ રોડ પર પાર્ક કરેલા છે તો શુ તેમની પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાના કારણે તેમના વાહનો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા નથી. જેથી યુવકે ટ્રાફિક પોલીસ સામે ભારે રોષની લાગણી વ્યક્તિ કરી હતી.