Vadodara

સયાજીગંજની હોટ બાઈટ રેસ્ટોરાંમાં લાગી આગ, લોકોએ 90 ટકા આગ ઓલવી નાખી

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર સ્થિત એક રેસ્ટોરન્ટની ચીમનીમાં આજે ભર બપોરે આગનું છમકલું થતા સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર સ્થિત મનુભાઈ ટાવરની બરાબર બાજુમાં આવેલ હોટ બાઈટ નામના રેસ્ટોરન્ટમાં આજે ભર બપોરે આગનું છમકલું સર્જાયું હતું. જેને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિક નાગરિકોએ ફાયર ઇસ્ટિંગગ્યુશર વડે આગ પર 90 ટકા કાબુ મેળવી લીધો હતો. જેને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ ગણતરી મિનિટોમાં સ્થળ પર આવેલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. રેસ્ટોરન્ટની ચીમની પાસેના વીજવાયરોમાં લાગેલી આગની ઘટનામાં મનુભાઈ ટાવરમાં કોચિંગ ક્લાસ ચલાવતા કુમાર પટેલ નામના યુવકે ચાલુ આગમાં રેસ્ટોરન્ટના કિચનમાં ઘૂસી ફાયર ઇસ્ટિંગગ્યુશર વડે આગ પર કાબુ મેળવ્યો હતો.

Most Popular

To Top