વડોદરા શહેરમાં ભૂવા નું પરિવાર વધ્યું…
વડોદરા શહેરમાં સાંજના સમયે વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. જેમ જેમ વરસાદની ઋતુ આગળ વધી રહી છે તેમ તેમ ભૂવાઓની સંખ્યા પણ વડોદરામાં વધી રહી છે. થોડા દિવસ અગાઉ રાતના સમયે સમા વિસ્તારની જય યોગેશ્વર સોસાયટીમાં એક ભૂવો પડ્યો હતો. અને બીજા દિવસે સવારે સ્થાયી સમિતિના ચેરમેન ભૂવો પડેલ સ્થળ પર દોડી આવ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂવાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. હવે અચરજ ની વાત એ છે કે ભૂવાના સમારકામ દરમિયાન વેટ મીક્સ ભરેલ ટ્રેક્ટર સ્થળ પર આવી રહ્યું હતું અને અગાઉ જે ભૂવો પડ્યો હતો તેના 50 મીટરના અંતરે ટ્રેક્ટરનું ટાયર જમીનમાં ઘસી ગયું હતું અને ફરી એકવાર સમા વિસ્તારમાં એક જ સોસાયટીમાં બીજા ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.