જનતાને વિકલ્પી માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી ચાણક્યપુરી ચાર રસ્તા થઈ લક્ષ્મી કુંજ સોસાયટી જંકશન સુધી નવીન વરસાદી ગટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત, માળખાગત સુવિધાઓના સુધારા માટે ભારે મશીનરી અને શ્રમિકોની હેરફેરની જરૂર રહેશે.
કામગિરી સરળ રીતે અને સમયસર પૂર્ણ થાય, તે માટે તારીખ 3 ફેબ્રુઆરી 2025થી તબક્કાવાર રસ્તા બંધ કરવામાં આવશે. રસ્તાની એક બાજુ કામ પૂરું થાય ત્યાં સુધી વાહનવ્યવહાર તેમજ જનમાનસની અવરજવર બંધ રહેશે. VMC દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ બીજી બાજુના રસ્તાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરે.
