ભીમપુરા નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો :
પત્તો નહિ લાગતા બીજા દિવસે પણ બે વ્યક્તિઓની શોધખોળ જારી



( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેરની સમા-છાણી નર્મદા કેનાલમાં 25 વર્ષીય યુવક અજય શર્મા તેના મિત્ર સાથે નહાવા માટે ગયો હતો. આ દરમિયાન અજય શર્મા અચાનક ડૂબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. જોકે મોડીરાત સુધી યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો, જેથી આજે ફરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના સમા-છાણી કેનાલ વિસ્તારમાં ધૂળેટી રમ્યા બાદ સ્નાન કરવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન કેનાલમાં તણાયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ શહેર પોલીસ કમિશનર દ્વારા નદી-નાળામાં સ્નાન કરવા પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, વડોદરાના સમા-છાણી કેનાલ વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે બે યુવાનો ધૂળેટી રમ્યા બાદ નાહવા-ધોવા માટે કેનાલ પાસે ગયા હતા. તે દરમિયાન બે પૈકી એક યુવાન અચાનક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલમાં તણાયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. નોંધનીય છે કે, બીજી તરફ વડોદરા નજીક ભીમપુરા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં 25 વર્ષનો યુવક આશિષ વર્મા ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એક કલાકની જહેમત મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ત્રીજી ઘટનામાં ઉમેટા મહીસાગર બ્રિજ પાસે મહીસાગર નદીમાં એક અજાણી વ્યક્તિ ડૂબી હતી, જેની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે તેની શોધખોળ શરૂ કરી છે. જોકે, હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. મહત્વની વાત એ છે કે થોડા દિવસો અગાઉ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નદી અને નાળાઓમાં સ્નાન કરવા પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં કેટલાક યુવાનો આવા પ્રતિબંધોની અવગણના કરતા હોય છે. જેના કારણે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ સામે આવતી હોય છે.
ફાયરના જવાનો બોડી શોધવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે :
વોર્ડ નંબર-2 ના સમા-છાણી નર્મદા કેનાલ પાસે ચામુંડાનગર વિસ્તારમાં બપોરે 3 થી 4 વાગ્યાના અરસામાં બે યુવાનો સ્નાન કરવા આવ્યા હતા. તેમાંથી એક યુવાન પાણીમાં તણાઈ ગયો હતો. પરિવાર દ્વારા સાંજે 5:30 થી 6 વાગ્યાની આસપાસ ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ અમે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગને જાણ કરી હતી. અત્યારે ફાયરના જવાનો બોડી શોધવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. : મહાવીરસિંહ રાજપૂત, કાઉન્સિલર