જોઈન્ટ પોલીસ કમિશ્નર ડૉ. લીના પાટીલનું નિવેદન: “વિડિયો મંગાવી તપાસના આદેશ આપ્યા છે, ડીસીપી કક્ષાના અધિકારી કરશે તપાસ”
વડોદરાના સમા વિસ્તારમાં ગઈકાલે સ્થાનિક નાગરિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘટના બાદ શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. જે પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. જોઈન્ટ પોલીસ કમિશ્નર ડૉ. લીના પાટીલ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે, “ઘટનાનો વિડિયો મંગાવ્યો છે અને સમગ્ર મામલે સિનિયર અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે અધિકારીએ ગઈકાલે કાર્યવાહી કરી હતી તેની યોગ્યતા અંગે પણ તપાસ કરવામાં આવશે.”
તેઓએ વધુમાં જણાવ્યું કે, “ડીસીપી કક્ષાના અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે અને કયા તબક્કે અને કેવી રીતે ચૂક રહી તે દિશામાં પણ તપાસ કરાશે. ઉપરાંત પીડિત મહિલાઓના નિવેદન પણ લેવામાં આવશે.” હવે પોલીસ તંત્ર દ્વારા દરેક પાસું પારદર્શક રીતે તપાસી ચોક્કસ જવાબદારી નક્કી કરવામાં આવશે તેવી સંભાવના છે.
