બ્રેવેન બાસ્કેટબોલ લીગ (BBL) એ ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનુ આયોજન શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું છે તા.18 થી 20 મે સુધી ત્રિદિવસીય આ વોલીબોલ ટુર્નામેન્ટમાં શહેરના ઉભરતા બાસ્કેટબોલ ખેલાડીઓ ઇલેક્ટ્રીફાઇંગ મેચપ્સ, કુશળ પ્રદર્શન અને અવિસ્મરણીય ક્ષણોથી ભરપુર સ્પર્ધામાં ટકરાશે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ શહેરમાં સમૃદ્ધ બાસ્કેટબોલ સંસ્કૃતિ કેળવવાનો છે. આ ટૂર્નામેન્ટમાં વીસ જેટલી ટીમો ભાગ લ ઇ રહી છે જેમાં સિગ્નસ સ્કૂલ, ઉર્મિ સ્કૂલ, ડોન બોસ્કો સ્કૂલ, બાલભવન સ્કૂલ, ન્યૂ એરા સ્કૂલ, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, નવરચના વિધ્યાની સ્કૂલ, બરોડા CAPS સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ (વાઘોડિયા), ગુજરાત પબ્લિક સ્કૂલ (અટલાદરા), દિલ્હી પબ્લિક સ્કૂલ અને વિગ્બોયર સ્કૂલ ના રમતવીરો ભાગ લ ઇ રહ્યાં છે. બરોડા બાસ્કેટ એસોસિએશન કમિટી અસાધારણ ખેલાડીઓ માટે ટુર્નામેન્ટમાં સક્રિય તપાસ કરી ઉભરતા સ્ટાર્સને સ્ટેટ ચેમ્પિયનશીપમાં બરોડાનુ પ્રતિનિધિત્વ કરવાની તક આપશે. આ પ્રસંગે તેજલબેન અમીન તથા ઉપસ્થિત મહેમાનોએ ટુર્નામેન્ટમાં ભાગ લઇ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજથી શરૂ થયેલા બ્રેવેન બાસ્કેટબોલ લીગ ના શુભારંભ પ્રસંગે નવરચના એજ્યુકેશન સોસાયટી અને વડોદરા મેરેથોન ડાયરેક્ટર જ્યોતિ લિ.ના તેજલબેન અમીન, બરોડા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ દીપક કુલશ્રેષ્ઠ, જે સી ગૃપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન સુનિલ દલવાડી સહિતના અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાકટ્ય બાદ રાષ્ટ્રગીત માં ઉપસ્થિત રહી આ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવવામાં આવ્યું હતો. અત્રે ઉપસ્થિત મહેમાનોનું ફૂલોના બુકે તથા રૂદ્રાક્ષ મુમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આજથી ત્રિદિવસીય બ્રેવેન બાસ્કેટબોલ લીગ (BBL)એ ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું
By
Posted on